નવી દિલ્હી : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે આવતીકાલે મંગળવારના દિવસે દિલ્હી કેપિટલ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે જંગ ખેલાનાર છે. બંને ટીમો પોત પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી ચુકી છે. એકબાજુ પ્રથમ મેચમાં ધોનીની ટીમ ચેન્નાઇ સુપરે વિરાટ કોહલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર પર જીત મેળવી હતી. જ્યારે દિલ્હીએ મુંબઇ ઇન્ડિયન્સ પર જીત મેળવી હતી. બંને ટીમો જીતના સિલસિલાને જાળવી રાખવા માટે ઉત્સુક છે.
આ મેચનુ પ્રસારણ પણ સાંજે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.આઇપીએલની મેચો શરૂ થયા બાદ ૧૨મી મે સુધી ચાલનાર છે. ફાઇનલ મેચ ૧૨મી મેના દિવસે ચેન્નાઇમાં રમાશે. ક્રિકેટ ચાહકોમાં હવે જારદાર ક્રેઝ રહેનાર છે. ટુર્નામેન્ટના ફોર્મેટની વાત કરવામાં આવે તો આ સ્પર્ધા ડબલ રાઉન્ડ રોબિન અને નોટ આઉટના આધાર પર રમાનાર છે. આઠ ટીમો વચ્ચે હવે જંગ ખેલાશે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મેચને લઇને દિલ્હીમાં ભારે ઉત્સાહ છે. બંને ટીમો નીચે મુજબ છે.
ચેન્નાઇ સુપર : ધોની (કેપ્ટન), આશીફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહર, પ્લેસિસ, ગાયકવાડ, હરભજનસિંહ, ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, જગદીશન, મોનુ કુમાર, લુંગીગીડી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સેન્ટનર, કર્ણ શર્મા, મોહિત શર્મા, શોરે, ઠાકુર, વિજય, વોટસન, વિલિ
દિલ્હી કેપિટલ : અવેશ ખાન, અયપ્પરા, બેઇન્સ, બોલ્ટ, ધવન, ઇન્ગ્રામ, અય્યર, લમિછાને, મનજાત કાલરા, મિશ્રા, મોરિસ, મુનરો, પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, પૌલ, રબાડા, રુધરફોર્ડ, સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ