જો તમે કોઇ એવા ફોનની અપેક્ષા કરો છો જે આપના હાથની મુટ્ઠીમાં આવી શકે તો એનિકા આઇઆઠ સ્માર્ટ ફોનની પસંદગી કરી શકો છો. આની સ્કીન ૨.૫ ઇંચની છે. આ એન્ડ્રોઇડ છ પ્લેટ ફોર્મ પર કામ કરે છે.તેમાં ક્વેડકોર પ્રોસેસર લાગેલા છે. આ ફોન ડબલ્યુસીડીએમએ થ્રી જી ફોન મેટલ ફ્રેમની સાથે આવે છે. તેમાં એક જીબી રેમ અને આઠ જીબી મેમોરી સ્પેસ હોય છે. સ્પીકર અને એચડી કેમેરાની સુવિધા હોય છે. માત્ર ૨.૪ ઇંચના આના કદ હોય છે.
આ ખાસ પ્રકારના આઇલાઇટ સાત એસ ફોનમાં ટચ સ્કીન માટેનુ કદ માત્ર ૨.૪ ઇંચમાં છે. આ ફોનમાં આપને એમપી ત્રણ પ્લેયર, જીપીઆરએસ, ટચ સ્ક્રીન, વિડિયો પ્લેયર, વાયફાય, બ્લુ ટુથ જેવી તમામ સુવિધા મળી રહી છે. આમાં પણ આપને એક જીબી રેમની સાથે આઠ જીબીના ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. આની માઇક્રો ટચસ્ક્રીન ખુબ સ્મુથ છે.
તેને બાળકો પણ સરળ રીતે ઉપયોગ કરી શકે છે. તે જીએસએમ નેટવર્ક પર કામ કરે છે. મિની સ્માર્ટ ફોનને તમામ લોકો પસંદ કરી શકે છે. ભારતમાં સ્માર્ટફોનને લઇને સૌથી વધારે ક્રાન્તિ થઇ છે. દુનિયાના સૌથી મોટા ફોનના બજાર તરીકે પણ ભારત છે. આવી સ્થિતીમાં જુદા જુદા પ્રકારના ફોનને પસંદ કરનાર લોકોની સંખ્યા પણ જુદી જુદી નોંધાઇ રહી છે.