ખાલી પેટ દવા લેવાને શુ કહેવાય ?

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

શુ તમે ક્યારેય વિચારણા કરી છે કે જ્યારે અમે તબીબો પાસે કોઇ તકલીફને લઇને પહોંચીએ છીએ ત્યારે તબીબો કેટલીક દવા ભોજન પહેલા લેવા અને કેટલીક દવા ભોજન પછી લેવા માટે કેમ કહે છે. તેના ફાયદા અને નુકસાન શુ રહેલા છે. તબીબો રોગની પ્રકૃતિ અને સોટના આધાર પર દવા લેવા માટેની સલાહ આપે છે. દવા કોઇ પણ રીતે લેવામાં આવે, ભોજન પહેલા લેવામાં આવે કે પછી લેવામાં આવે દવા તો તેની અસર કરશે જ. તબીબોના કહેવા મુજબ દવા લેવાથી ફાયદો થાય છે. જ્યારે તબીબોની સલાહ લીધા વગર દવા લેવાથી નુકસાન થાય છે. કેટલીક વખત તો દવા ડોક્ટરના કહેવા પ્રમાણે ન લેવાથી નુકસાન વધારે થાય છે. આના કારણે તકલીફ ઘટવાના બદલે વધી જાય છે. આના કારણે દવાની અસર ઓછી થઇ શકે છે.

સાઇડ ઇફેક્ટ પણ જારદાર રીતે થઇ શકે છે. દરેક પ્રકારની દવાની શરીરમાં ઓગળી જવાનુ પ્રમાણ અઅલગ અલગ હોય છે. આ જ કારણસર તબીબો કેટલીક દવા ભોજન પહેલા લેવા અને કેટલીક દવા ભોજન પછી લેવા માટે કહે છે. કેટલીક દવાને ભોજન વેળા લેવા માટે પણ કહે છે. આ પ્રકારની તબીબોની થિયેરી પાછળ ચોક્કસપણે કેટલાક હેતુ રહેલા હોય છે. તબીબો કહે છે કે સિરપમાં લિÂક્વડ બાગ ફ્લેવર અથવા તો ઘેરો ભાગ દવાના કણોનો હોય છે. જે પ્રયોગ નહીં થવાની Âસ્થતીમાં નીચેની સપાટી પર બેસી જાય છે. જેથી તબીબો સિરપને લેવા પહેલા શેક કરવા અથવા તો તેને હલાવવા માટેની સલાહ આપે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ભોજન કરવામાં આવ્યા બાદ પેટમાં ઝડપથી એસિડ બનવાની શરૂઆત થઇ જાય છે.

કેટલીક દવા પાણીમાં તરત ઓગળી જાય છે. આ પ્રકારની દવાને ખાલી પેટ લેવા માટે તબીબો કહે છે. બાદમાં આ પ્રકારની દવા લેવાથી તેની અસર ઓછી થાય છે. કેટલીક દવા ભોજનના અડધા કલાક પહેલા લેવા માટે કહેવામાં આવે છે. પેટની ગતિવિધી તેજ કરી દેનાર દવા ભોજનથી અડધા કલાક પહેલા લેવામાં આવે છે. કેટલીક દવા ભોજન બાદ લેવામાં આવે છે. એવી દવા જે પેઇનકિલર જે પેટમાં એસિડીટી, અલ્સર જેવી બિમારી માટે કારણ હોય છે. આ પ્રકારની દવાને ભોજનના થોડાક સમય બાદ લેવા માટે કહેવામાં આવે છે. મેડિસિન એલર્ટને લઇને લોકો પાસે ઓછી માહિતી હોય છે. જ્યારે અમે કોઇ બિમારીના સકંજામાં આવી જઇએ છીએ ત્યારે તબીબો કેટલીક સલાહ સાથે દવા આપે છે. તેમની સલાહ પાછળ કેટલાક કારણો રહેલા છે. દવાઓને લઇને તેમની અસર અંગે તબીબો પાસે પુરતી માહિતી હોય છે જેથી તબીબો યોગ્ય સલાહ આપીને દવાનો ઉપયોગ કરવા માટે કહે છે.

આધુનિક સમયમાં સ્પર્ધામાં રહેલા લોકો જેમતેમ દવા લેતા રહે છે. તબીબો પાસે જવા ઇચ્છુક હોતા નથી અથવા તો સમય કાઢી શકતા નથી. આવી સ્થિતીમાં આડેધડ દવા અને પેઇન કિલર લેવામાં આવે છે. જે ઘાતક છે.આધુનિક સમયમાં લોકો તબીબો પાસે સલાહ લીધા વગર એન્ટી બાયોટિક્સ દવા લેતા થયા છે. આ બાબતની નિષ્ણાંતો અને તબીબોએ ગંભીર નોંધ લીધી છે. તબીબોએ કહ્યું છે કે તબીબોની જરૂરી સલાહ વગર કોઇ પણ દવા જાતે લઇ લેવાની બાબત ખતરનાક સાબિત થઇ શકે છે. તેની અનેક આડ અસર પણ થઇ શકે છે. આજે મોટા ભાગના લોકો ખુબ વ્યસ્ત લાઇફ જીવી રહ્યા છે. આવા સમયમાં આરોગ્યને જાળવી શકતા નથી. બિમાર થવાની સ્થિતીમાં તરત જ કામચલાઉ દવા જાતે જ લઇ લે છે. આ દવાથી ચોક્કસપણે રાહત મળે છે પરંતુ આ દવા કોઇ ઇલાજ નથી. આ દવા ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે. કોઇ તકલીફ અંગે જાણ નહી હોવા છતાં  જે તે તકલીફ અથવા તો પીડામાં દવા જાતે જ લઇ લેવામા આવે છે. તબીબો પાસે જવાનો સમય પણ કાઢી શકતા નથી.

જેથી તાવ, સરદી ગરમી, ગળામાં દુખાવાની જાતે જ દવા લોકો લઇ લે છે. પરંતુ આવી દવા જાતે લઇ લેનાર લોકો દવાની અસર કેટલી હદ સુદી થઇ શકે છે તે જાણતા નથી. જાણીતા તબીબોનું કહેવુ છે કે એન્ટીબાયોટિક્સ એન્ટીમાઇક્રોબાઇલ એજન્ટ તરીકે પણ જાણીતી છે. આ પ્રકારની દવાનું કામ શરીરમાં કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનને દુર કરવા માટેનુ હોય છે. અલબત્ત એન્ટીબાયોટિક્સ બેક્ટિરિયા, પેરાસાઇટ જેવા માઇક્રો ઓર્ગેનિઝમને ટાર્ગેટ બનાવે છે. પરંતુ વાઇરસ સામે તે દવાઓ અસરકારક હોતી નથી. નિષ્ણાંત લોકોનું કહેવુ છે કે નિષ્ણાંત તબીબો દ્વારા લખવામાં આવેલી દવા જ લેવામાં આવે તે જરૂરી છે. ચોક્કસ ઓન્ટીબાયોટિક્સ જે ઉપલબ્ધ છે તે ચોક્કસ ઓર્ગનમાં ચોક્કસ બેક્ટિરિયા પર પ્રહાર કરે છે. તબીબો મોટા ભાગે ચકાસણી કર્યા બાદ દવા નક્કી કરે છે જેથી આ દવા યોગ્ય પ્રમાણમાં હોય છે.

Share This Article