દુવિધામાં સફળતા મળશે નહીં

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

સફળતા હાંસલ કરવા માટે દુનિયાના તમામ લોકો તમામ પ્રકારના પ્રયોગ કરે છે અને ખુબ મહેનત કરે છે. કેટલાક લોકોને તમામ મહેનત અને પ્રયોગ કરવામાં આવ્યા બાદ પણ સફળતા હાંસલ થતી નથી. ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મણિકા બત્રા સફળતા હાંસલ કરવા માટે કેટલાક મંત્ર ધરાવે છે.

તેનુ કહેવુ છે કે સફળતા વ્યક્તિને એજ વખતે મળી શકે છે જ્યારે મનમાં કોઇ દુવિધા રહેશે નહીં. દુવિધા ધરાવનાર વ્યક્તિ ક્યારેય સફળતા હાંસલ કરી શકે નહીં. મણિકા કહે છે કે તે હમેંશા સફળ થવા માટે ઇચ્છુક હતી. તે હમેંશા લોકપ્રિય થવા માંગતી હતી. ટેલિવીઝન પર નજરે પડવા માટે ઇચ્છુક હતી. તે એક કિશોરી તરીકે અનેક મોડલિંગ પ્રસ્તાવને ફગાવી ચુકી છે. તેનુ કહેવુ છે કે મોડલિંગ મારફતે સફળતા હાંસલ કરવાની બાબત સરળ છે. પરંતુ ગોલ્ડ મેડલ જીતવા માટેની તક માત્ર ચાર વર્ષમાં એક વખત આવે છે. ખુબ નાની વયથી તેની ઇચ્છા તો ટેબલ ટેનિસમાં પોતાની રમતને સર્વોચ્ચ સ્તર પર લઇ જવાની રહી છે. જેથી મોડલિંગ ન કરવાને લઇને કોઇ દુખ નથી. તે હકીકતમાં મોડલિંગમાં ઓછો રસ ધરાવતી હતી.

તેનુ કહેવુ છે કે ખેલથી  જીવન માટેના બોધપાઠ શિખી શકાય છે. તેનુ કહેવુ છે કે પોતાના ઘરમાં મોટા લોકોને રમતા જાઇને તે નાની હતી ત્યારે જ મેદાનમાં ઉતરી ગઇ હતી. તેને એ વખતે ખબર ન હતી કે આ રમત તેના માટે જીવવા માટે હેતુ  બની જશે. તેનુ કહેવુ છે કે તે મોડલિંગને છોડવાની સાથે સાથે કોલેજમાં નિયમિત અભ્યાસને પણ છોડી દઇને આગળ વધી હતી. જીવન માટે તમામ ઉપયોગી બોધપાઠ અહીંથી શિખ્યા નથી. જારદાર મહેનત કરીને સફળતા હાંસલ થાય છે.

ફેરફારો પર નજર રાખવા અને તેના મુજબ જ રણનિતીને અમલી કરવાની દરેકને જરૂર હોય છે. તેનુ કહેવુ છે કે જા તમે એક હિસ્સાને સંભાળી લો છો તો સમસ્યાનો ઉકેલ આવવા લાગી જાય છે. ધીમે ધીમે આસપાસનો માહોલ મંજિલ સુધી પહોંચવામાં મદદરૂપ બનવા લાગી જાય છે. શંકા અને દુવિધા દુર થાય છે. તેનુ કહેવુ છે કે શંકા અને દુવિધા કોઇ જગ્યાએ રહેવી જાઇએ નહીં. આના કારણે સફળતા મળતી નથી. મણિકા ચાર વર્ષની હતી ત્યારે પ્રથમ વખત ટેબલ ટેનિસ રમતી થઇ ગઇ હતી. ત્યારબાદથી સતત આત્મવિશ્વાસ સાથે આગળ વધીને તમામ સિદ્ધી મેળવી રહી છે. છેલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં મણિકાએ શાનદાર દેખાવ કર્યો હતો. ત્યારબાદ તેનાથી પ્રેરિત થઇને હવે ટેબલ ટેનિસને પણ ગંભીરતાથી લેવામાં આવે છે. ટેબલ ટેનિસના ખેલમાં ભારતને નંબર વન પર લાવવાનુ તેનુ સપનુ છે.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/200a3225d8c93de07188fcb3e8154810.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151