કેરળના કોચીન શિપયાર્ડમાં સમારકામ દરમિયાન એક જહાજમાં આગ લાગવાની ઘટના ઘટી છે. આ ઘટનામાં પ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયાં છે. ઘાયલોને હોશ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં બચાવકાર્ય ચાલી રહ્યું છે.
કોચીન શિપયાર્ડ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું કે સીએસએલ સ્થલ પર એક જહાજમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતુ, ત્યારે જ તેમાં એક બ્લાસ્ટ થયો હતો. જહાજમાં ફસાયેલ ૧૧ લોકોને બહાર કાઢી તેમને હોશ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પોર્ટમાં ફસાયેલ બે વ્યક્તિઓને બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે.
આ ઘટના બાદ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટ્વીટ શિપયાર્ડ પર થયેલી બ્લાસ્ટની ઘટના દૂર્ભાગ્યપૂર્ણ છે, જેમાં ૪ લોકોના મૃત્યુ થયા છે. પીડિતોની પરિવારજનો સાથે મારી સંવેદનાઓ છે. મે કોચ્ચિ શિપયાર્ડના એમડી સાથે વાત કરી છે અને તેમને પીડિતોને તમામ પ્રકારની મેડિકલ સહાય પ્રદાન કરવા માટે જણાવ્યું છે.