નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ પક્ષો પોતપોતાની વ્યુહરચના તૈયાર કરી રહ્યા છે. દેશમાં અનેક હોટ સીટ પણ રહેલી છે. હોટ સીટની વાત કરવામા ંઆવે તો આવી જ એક સીટ પશ્ચિમ બંગાળમાં આસનસોલ પણ છે. અહીંથી મુખ્યપ્રધાન મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને ક્યારેય સફળતા મળી નથી. આ સીટ પર બાબુલ સુપ્રિયો ફરી એકવાર મેદાનમાં છે. બાબુલ ફરી એકવાર અગાઉ જેવી સફળતા હાંસલ કરી શકશે કે કેમ તેને લઇને ભારે ચર્ચા છે. બાબુલ સુપ્રિયો વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મેદાનમાં ઉતર્યા હતા. આની સાથે જ રાજનીતિના આસમાન પર ચમકી ગયા હતા. બાબુલે સંગીતની દુનિયાથી રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. આની સાથે જ પ્રથમ વખત બંગાળની આસનસોલ સીટ પર ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી દીધી હતી. આ સીટ પરથી તૃણમુળ કોંગ્રેસને હજુ સુધી જીત મેળવી લેવામાં સફળતા હાંસલ થઇ નથી. આ વખતે તૃણમુળ કોંગ્રેસે નવી ચાલ રમીને બાબુલની સામે વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી મુનમુનસેનને મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કર્યો છે.
આ સીટ પર વિતેલા વર્ષોમાં તો ડાબેરીઓ પર પ્રભાવ ધરાવતા હતા. આ સીટ પર રહેલા વિધાનસભા ક્ષેત્રને ધ્યાનમાં લેવામાં આવે ત તેમાં પાંડેશ્વર, રાનીગંજ, જામુડિયા, આસનસોલ ઉત્તર, આસનસોલ દક્ષિણ અને બારાબનીનો સમાવેશ થાય છે. જાતિય સમીકરણની વાત કરવામાં આવે તો આ સીટ પર હિન્દુ મતદારોનુ પ્રભાવ છે. અહીં ૭૫ ટકાથી વધારે હિન્દુ છે. જેથી બાબુલની જીત ફરી એકવાર નિશ્ચિત દેખાઇ રહી છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનામાં બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ જારદાર પ્રચાર કરીને તેમની Âસ્થતી મજબુત કરી છે. બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ આક્રમક પ્રચાર કરતા રહ્યા છે. યોગી આદિત્યનાથ પણ ચર્ચામાં રહ્યા છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ રાજકીય પક્ષો પોત પોતાની ગણતરીમાં લાગી ગયા છે. એકબીજાને પછડાટ આપવા માટેની વ્યુહરચના પણ તૈયાર કરવામા આવી રહી છે. દેશમાં કેટલીક હોટ લોકસભા સીટ પણ રહી છે.આસનસોલમાં મતદારોની સંખ્યા ૧૪૬૯૯૮૪ રહી છે. જેમાં મહિલા મતદારોની સંખ્યા ૬૭૭૭૮૮ રહી છે. આવી જ રીતે પુરૂષ મતદારોની સંખ્યા ૭૯૧૮૯૬ રહી છે. અહીં હિન્દી ભાષી લોકોની સંખ્યા ખુબ વધારે છે. જેથી ભારતીય જનતા પાર્ટી ખુબ ખુશ છે. સાથે સાથે આશાવાદી પણ છે. આ સીટ પર ફરી બાબુલ સુપ્રિયોની જીત નિશ્ચિત દેખાઇ રહી છે.
મતદારોની વાત કરવામા આવે તો અહીં ૨૨૩૬૨૦૨ મતદારો છે. સર્વિસ વોટરની સંખ્યા ૮૬૦ રહી છે.સુમિત્રા મહાજનને પડકાર ફેંકી શકે તેવા સક્ષમ ઉમેદવાર કોઇ પાર્ટીની પાસે નથી. જેથી ભારતીય જનતા પાર્ટીને આ સીટને લઇને કોઇ ચિંતા નથી. બીજી બાજુ હાલમાં રાષ્ટ્રવાદની લહેર પણ જાવા મળી રહી છે. જેનો લાભ પણ મળી શકે છે. સુમિત્રા મહાજનની છાપ પણ એક શિસ્તમાં રહેનાર લીડર તરીકેની રહી છે. જે તેમને લાભ અપાવે છે.