નવીદિલ્હી : ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામ ગણવામાં આવતા લાલકૃષ્ણ અડવાણીને આ વખતે પાર્ટીએ ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે. આની સાથે જ તેમના લાખો સમર્થકોમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે. તેમને ટિકિટ ન મળતા અડવાણીની ચૂંટણી રાજનીતિ પર વિરામના સંકેત દેખાઇ રહ્યા છે. પહેલાથી જ એવી અટકળો હતી કે આ વખતે અડવાણીને ટિકિટ આપવામાં આવશે નહીં. ગુરૂવારના દિવસે પાર્ટી દ્વારા તેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. અડવાણીની જગ્યાએ તેમની પરંપરાગત સીટ પરથી ભાજપ પ્રમુખ અમિત શાહ ચૂંટણી લડનાર છે. એમ માનવામાં આવે છે કે અડવાણીની ૯૧ વર્ષની વયને ધ્યાનમાં લઇને મેદાનમાં નહીં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભાજપ દ્વારા ૧૮૪ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છ. આ હાઇ પ્રોફાઇલ યાદીમાં તમામ ટોપ લીડરો સામેલ છે. દેશના ગૃહ પ્રઘાન અને નાયબ વડાપ્રધાન તરીકે રહી ચુકલા અડવાણી સતત છ વખત ગાંધીનગર બેઠકથી ચૂંટણી જીતી હતી. વર્ષ ૧૯૮૦ના દશકના અંત વર્ષ ૧૯૯૦માં ભારતીય જનતા પાર્ટીને મજબુત પાર્ટી બનાવવામાં તેમની ભૂમિકા ચાવીરૂપ રહી હતી. વર્ષ ૧૯૮૪માં બે સીટોથી ૧૮૦ સીટ સુધી પહોંચાડી દેનાર અડવાણી હાલમાં રાજનીતિના કેન્દ્રમાં નથી. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનો અડવાણીએ વિરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે.
પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે. સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં સાતમાં રાઉન્ડમાં મતદાન થશે અને તમામ તબક્કામાં અહીં મતદાન થનાર છે. ૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે.લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ ન મળતા તેમના સમર્થકો નારાજ દેખાઇ રહ્યા છે. જા કે પાર્ટીએ તેમની વયને ધ્યાનમાં લઇને આ નિર્ણય કર્યો છે. આ વખતે ભાજપ પ્રમુખ અમિત શાહ આ બેઠક પરથી ચૂંટનમી મેદાનમાં ઉતરનાર છે. અડવાણીની રાજકીય કેરિયર હવે પૂર્ણાહુતિના આરે પહોંચી ગઇ છે.