ચેન્નાઇ : જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની આવતીકાલે રોમાંચક અને દિલધડક વાતાવરણમાં શરૂઆત થવા જઇ રહી છે. હાઈપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨નો પ્રથમ તબક્કો આવતીકાલથી શરૂ થઇ રહ્યો છે.આઇપીએલની મેચો આવતીકાલે ૨૩મી માર્ચના દિવસે શરૂ થયા બાદ ૧૨મી મે સુધી ચાલનાર છે. ફાઇનલ મેચ ૧૨મી મેના દિવસે ચેન્નાઇમાં રમાશે. ક્રિકેટ ચાહકોમાં હવે જારદાર ક્રેઝ રહેનાર છે. આઇપીએલની શરૂઆત મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર કિગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ સાથે થનાર છે. આઇપીએલમાં ચેમ્પિયન બનેલી ટીમો નીચે મુજબ છે.
રાજસ્થાન રોયલ્સ
૨૦૦૮માં રમાયેલી આઈપીએલની પ્રથમ સિઝનમાં એન્ડર ડોગ મનાતી રાજસ્થાન રોયલ્સની ટીમે ચેમ્પિયન બની ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા હતા. પ્રથમ સિઝનમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો અને તેમના વચ્ચે ૫૯ મેચ રમાઈ હતી. ૨૦૦૮માં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર ઉપર જીત મેળવીને તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. શેન વોર્નના નેતૃત્વમાં રાજસ્થાનની ટીમ ચેમ્પિનય બની હતી
ડેક્કન ચાર્જર્સ
૨૦૦૯ની સિઝનમાં તળિયાને સ્થાને રહેલી ડેક્કન ચાર્જર્સની ટીમ આ વખતે ચેમ્પિયન બની હતી. પ્રથમ સિઝન માફક જ આઠ ટીમ વચ્ચે ૫૯ મેચ રમાઈ હતી. લોકસભાની ચૂંટણીને કારણે એ વખતે આઈપીએલની યજમાની દક્ષિણ આફ્રિકાને ફાળવાઈ હતી. ડેક્કન ચાર્જર્સે ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપર જીત મેળવી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સ
૨૦૧૦મા યોજાયેલી આઈપીએલમાં કુલ આઠ ટીમ વચ્ચે ૬૦ મેચ રમાઈ હતી. ૨૦૧૦ની આઈપીએલની કેટલીક મેચ અમદાવાદને પણ ફાળવાઈ હતી. ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સને ૨૨ રને હરાવી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ચેમ્પિયન બની હતી. ચેન્નાઈ સુપર ધોનીના નેતૃત્વમાં મુંબઈ ઇન્ડિયન્સ ઉપર જીત મેળવી હતી. ધોનીએ શાનદાર કેપ્ટનશીપનો પરિચય આપ્યો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સ
સતત બીજી સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સનો દબદબો જાવા મળ્યો હતો. ચેમ્પિયન ભલે ચેન્નાઈની ટીમ બની હોય પરંતુ તેમાં બેંગ્લોર ક્રિસ ગેઇલ છવાઈ ગયો હતો. ગેઇલે ૧૨ ઇનિંગ્સમાં ૬૦૮ રન ફટકારી દીધા હતા. ૨૦૧૧માં પણ ફરી એકવાર ચેન્નાઈ સુપરે ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હાર આપીને સતત બીજી વખત ચેમ્પિયનશીપ જીતી લીધી હતી અને વર્ચસ્વ જમાવ્યું હતું.
કોલકાતા નાઇટ રાઇડર્સ
અગાઉ યોજાયેલી ચારેય સિઝનમાં સેમિફાઇનલમાં પણ નહીં પહોંચી શકેલી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ આ વખતે ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. નવ ટીમ વચ્ચે કુલ ૭૬ મેચ રમાઈ હતી. ફાઇનલમાં ચેન્નાઈએ આપેલા ૧૯૧ રનના લક્ષ્યાંકને કોલકત્તાએ ૧૯.૪ ઓવરમાં વટાવ્યું હતું. ૨૦૧૨માં ચેન્નાઈ સુપર કિંગ્સના વર્ચસ્વને તોડીને કોલકાતા નાઇટ રાઇડર્સે આ ટ્રોફી જીતી લીધી હતી. ફાઈનલમાં ચેન્નાઈ સુપરને હાર આપી તેની સતત ત્રીજી વખત ટ્રોફી જીતવાની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું.
મુંબઇ ઇન્ડિયન્સ
આઈપીએલની છઠ્ઠી સિઝન પ્લેયર કે ટીમના પ્રદર્શન કરતા ફિક્સિંગના વિવાદને કારણે વધુ ચર્ચામાં રહી હતી. શ્રીસંત, ચવાણ, ચંડિલા જેવા ક્રિકેટર્સે સ્ટિંગ ઓપરેશનમાં સ્પોટ ફિક્સિંગ કર્યાનું કબૂલ્યું હતું. ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ૨૩રને હરાવી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ચેમ્પિયન બની હતી. ૨૦૧૩માં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપરને ફાઇનલમાં હાર આપી હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરની આ છેલ્લી આઈપીએલની ફાઈનલ મેચ હતી.
કોલકાતા ઇન્ડિયન્સ
આઈપીએલની સાતમી એડિશન કોલકત્તા નાઇટ રાઇડર્સે જીતી લીધી હતી. ૨૭મી મે ૨૦૧૪ના દિવસે ચેન્નાઇમાં ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં યજમાન ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જેમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે ઇતિહાસ સર્જીને મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી. આઇપીએલની સાતમી આવૃતિ સૌથી રોમાંચક પૈકીની રહી હતી. કારણ કે આ એડિશનમાં ૧૪ મેચો એવી રહી હતી જેમાં પરિણામ છેલ્લી ઓવરમાં આવ્યા હતા. કેટલીક મેચોના પરિણામ તો છેલ્લા બોલે મળ્યા હતા. કોલકત્તા નાઇટ રાઇડર્સે શાનદાર જીત મેળવી બીજી વખત ટ્રોફી જીતી લીધી હતી. કોલક્તા નાઇટ રાઇડર્સ વર્તમાન ચેમ્પિયન તરીકે છે.
મુંબઇ ઇન્ડિયન્સ
આઈપીએલની આઠમી એડિશનમાં મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બની હતી. મુંબઇ ઇન્ડિયન્સે ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિગ્સ પર ૪૧ રને જીત મેળવી હતી. મુંબઇ ઇન્ડિયન્સના પાંચ વિકેટે ૨૦૨ રનની સામે ચેન્નાઇની ટીમ ૧૬૧ રન કરી શકી હતી. આન્દ્રે રસેલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
સનરાઇઝ હૈદરાબાદ
આઈપીએલની નવમી એડિશનમાં સનરાઇઝ હૈદરાબાદે શાનદાર જીત મેળવી હતી. ફાઇનલ મેચમાં સનરાઇઝે રોયલ ચેલેન્જર્સ બેંગલોર પર આઠ રને જીત મેળવી હતી. મેન ઓફ ધ મેચ તરીકે કટિંગની પસંદગી કરવામા ંઆવી હતી. કટિંગે બે વિકેટની સાથે સાથે ૩૯ રન બનાવ્યા હતા.
મુંબઇ ઇન્ડિયન્સ ટીમ
આઈપીએલની દસમી એડિશનમાં વર્ષ ૨૦૧૭માં મુંબઇ ઇન્ડિયન્સે તાજ જીતી લેવામાં સફળતા મેળવી હતી. મુંબઇ ઇન્ડિયન્સે રોમાંચક ફાઇનલ મેચમાં રાઇઝિંગ પુણે પર માત્ર એક રને જીત મેળવી હતી. આની સાથે જ મુંબઇની ટીમે ત્રીજી વખત આ ટ્રોફી જીતી હતી.
ચેન્નાઇ સુપર કિંગ્સ
આઈપીએલની ૧૧મી એડિશનમાં ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ફાઇનલ મેચમાં સનરાઇઝ હૈદરાબાદ પર આઠ વિકેટે જીત મેળવી હતી. ફાઇનલ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ હતી.