મહિલાઓને પરદામાં રાખવી એટલે કે કોઇ અમર્યાિદત પુરૂષની નજરના ગુનાની સજા કોઇ નિર્દોષ મહિલાઓને આપવાની પરિપાટી તો ભારત દેશમાં સદીઓથી છે. ૨૧મી સદીના આધુનિક ભારતમાં પણ આ પ્રથા પ્રવર્તી રહી છે. કેટલાક ચોક્કસ સમુદાયમાં તો આ પ્રથા જોરદાર રીતે અમલી થઇ રહી છે. ૧મી સદીના આધુનિક અને ગતિશીલ સમાજમાં પણ પણ આવા પ્રતિબંધ નજરે પડે છે. જો કે આ પ્રકારના પ્રતિબંધને લઇને ઉદારવાદી અને રૂઢીવાદી લોકોના જુદા જુદા અભિપ્રાય છે. જો કે કેટલાક સમુદાયના લોકો પરદાને લઇને સન્માનની બાબત ગણે છે. આવી પરંપરા હવે જ્યારે નજરે પડે છે ત્યારે કેટલાક નિષ્ણાંતો આની સામે વાંધો ઉઠાવે છે અને ચિંતા વ્યક્ત કરે છે.
એકબાજુ મહિલાઓને લોકશાહીમાં વધુને વધુ તક આપવાની વાત થઇ રહી છે. મહિલાઓને અનામતની વાત જોરશોરથી થઇ રહી છે. લોકશાહીમાં મહિલાની ભાગીદારીના નામે પંચાયત અને સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓને અનામત આપવામા આવે છે. બીજી બાજુ ચૂંટાઇ આવ્યા બાદ આ મહિલાઓ લાંબા પરદામાં નજરે પડે છે. જ્યારે આવી મહિલાઓ તેમના માથા પરના પરદાને ઉંચા કરવાના અધિકાર પણ હાંસલ કરી શકતી નથી. જો આવી સ્થિતી છે તો તે ગામ, શહેરના વિકાસને કઇ રીતે જાઇ શકે છે. તેનો અંદાજ લગાવી શકાય છે. આજે પણ ઉત્તર ભારતમાં અનેક સમુદાયમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પરદા પ્રથા મજબુત રીતે જડ ધરાવે છે. લાંબા પરદાના રિવાજ રહેલા છે. પરદામાં કામ કરવાની મહિલાને ફરજ પડે છે. તેમને એ રીતે દબાવી દેવામાં આવી છે કે તે પોતાની મુશ્કેલીને પણ સારી રીતે રજૂ કરી શકતી નથી. તે પોતાની તકલીફમાં શબ્દોમાં પણ રજૂ કરી શકતી નથી.
આ જ કારણસર પરદાના પ્રતિબંધના કારણે યોગ્ય અને કુશળ મહિલાઓ તેમજ શિક્ષિત મહિલાઓ પોતાના વ્યક્તિત્વને ગુમાવી દે છે. મોટો પ્રશ્ન એ થાય છે કે શુ કોઇ સંસ્કારી મહિલા પરદામાં નહી રહે તો તેની મર્યાદા ભંગ તઇ જશે. શુ કોઇ મહિલાને પરદામાં રહેવાથી દુરાચારથી બચાવી શકે છે. સામાન્ય રીતે વારંવાર હેવાલ સાંભળવા મળે છે કે ઘરની ચાર દિવાલોમાં રહેનાર અને મર્યાદામાં રહેનાર મહિલાઓ પણ પુરૂષ સંબંધી દ્વારા શોષણનો શિકાર થાય છે. આ પ્રકારની બાબત બની રહી રહી છે.
આખરે પરદાની આડમાં શ્વાસ જે મહિલાઓના રોકાઇ રહ્યા છે તેની ચિંતા કોને છે. તેમના સ્વાભિમાનની ચિંતા કોઇને પણ દેખાતી નથી.અમને નૈતિક મુલ્યોનો પણ ભાન નથી તેમ શુ રૂઢીવાદી લોકો માને છે. દુરાચારી કેમ પરદા ન રાખે તે પણ પ્રશ્ન છે. અમને તર્ક વિતર્કમાં પડ્યા વગર આ દિશામાં ધ્યાન આપવાની ચોક્કસપણે જરૂર છે. પરદા પ્રથા ક્યારે કેમ અને કઇ રીતે આવી તેમાં પડ્યા વગર ધ્યાન આપવાની જરૂર છે. આંગળી તમામ પુરૂષો પર ઉઠે તે પણ હેતુ નથી. પ્રશ્ન એ થાય છે કે અમારી નકારાત્મક વિચારધારાને બદલી દેવાની જરૂર છે. નકારાત્મક વિચારધારા પર પરદા મુકવાની હિંમત ક્યારે આવશે અને આ સાહસ કોણ કરશે તે પ્રશ્ન રહેલો છે. પરિવર્તનના દોરમાં જા અમે બદલીશુ નહીં તો અમે રૂઢીવાદી સમાજને ખુબ જ પાછળ લઇ જશુ.
શિક્ષક અને મહિલાઓ સાથે જુદા જુદા વિષય પર લેખ લખનાર નિષ્ણાંત નજમા ખાતુને હાલમાં જ મહિલાઓની પરદા પ્રથાને લઇને ઉપયોગી તર્કદાર વાત કરી છે. કેટલાક યુવા પેઢીની મહિલાઓ પણ નક્કર પણે માને છે કે પરદા પ્રથા કેટલીક અડચણો ઉભી કરે છે. આના કારણે નારીના સ્વામિમાનને પણ અસર થઇ રહી છે. બીજી બાજુ રૂઢીવાદી લોકો માને છે કે પરદા પ્રથા ખુબ જરૂરી છે. આના કારણે ચોક્કસ સમુદાયમાં મોટી વયના લોકોનુ માન સન્માન જળવાય છે. પરદા પ્રથા ન હોવાના કારણે પરિવારમાં રહેલા મોટી વયના પુરૂષોનુ મહિલાઓ સન્માન કરતી નથી. જુદા જુદા સમુદાયના નિષ્ણાંત લોકો માને છે કે મહિલાઓ ચોક્કસ મર્યાદામાં રહે તે જરૂરી છે. આના કારણે કેટલાક દુષણો પહેલાથી જ દુર થાય છે. મોટી વયના લોકોનુ સન્માન જળવાય છે. જો કે કેટલાક અન્ય વિચારધારા ધરાવતા લોકો આને લઇને સંતુષ્ટ નથી.નારીના સ્વાભિમાનને લઇને નેતાઓ મોટી વાતો કરતા રહે છે.