સીપી ઓફિસમાં મોટો પોલીસ કંટ્રોલરૂમ બનશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપી વિજય પટેલે જણાવ્યુ હતું કે, શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે સૌથી મોટો પોલીસ કંટ્રોલ રૂમ શરૂ થવાનો છે. શહેરનાં મોટાભાગનાં જકંશન પર એક હજાર એએનપીઆર કેમેરા લગાવવાના છે. આ કેમેરાની ખાસિયત એ છે કે જો કોઇ વાહન ચાલક ટ્રાફિક સિગ્નલનો ભંગ કરશે તો ઓટોમેટિક જનરેટ થઇ જશે અને તેને ઇ મેમો મળી જશે. ઉલ્લેખનીય છેકે ગત વર્ષે પોલીસે વાહન પર એએનપીઆર સિસ્ટમ સાથેનો કેમેરા લગાવી પ્રયોગ કરવામાં આવ્યો હતો. શહેરના કેટલાક રસ્તા પર આ વાહન એક કલાક માટે ફેરવવામાં આવ્યું હતું, જેમાં કેમેરામાં ઇ મેમો ન ભરાયાં હોય તેવાં ૯૦ વાહન ઓળખી લીધાં હતાં.

Share This Article