દક્ષિણ ભારતીય અને હિન્દી ફિલ્મના અભિનેતા પ્રકાશ રાજ જાહેરાત કરી ચુક્યા છે કે તઓ અપક્ષ તરીકે મેદાનમાં ઉતરનાર છે. રાજકીય મુદ્દા પર નિષ્ણાંત પ્રકાશ રાજનો આ દાવ કેટલો સફળ રહેશે તે અંગે હાલમાં વાત કરવી સરળ નથી પરંતુ ઇતિહાસ પર નજર કરવામાં આવે તો કહી શકાય છે કે લોસભા ચૂંટણીમાં અપક્ષની જીતવાની શક્યતા તો માત્ર ૧.૭ ટકાની આસપાસ રહી છે.
હજુ સુધીની ૧૬ લોકસભા ચૂંટણીમાં અપક્ષોની જીતની ટકાવારી પર નજર કરવામાં આવે તો આ ટકાવારી દરેક લોકસભા ચૂંટણીમાં માત્ર ૧.૭ ટકાની આસપાસ છે. આ ઉપરાત કુલ અપક્ષ પૈકી જીત મેળવી લેનારની સરેરાશ સફળતાનો દર તો માત્ર અડધા ટકા છે. લોકસભા ચૂંટણીના આંકડા પર નજર કરવામાં આવે તો તો ૧૬મી લોકસભા ચૂંટણીમાં માત્ર ૬ણ અપક્ષ જ સાંસદ બની શક્યા હતા. જ્યારે કુલ ૩૨૩૪ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જે દર્શાવે છે કે હજારોની સંખ્યામાં ઉમેદવારો હોવા છતાં નહીંવત પ્રમાણમાં ઉમેદવારો જીતતા રહ્યા છે. છેલ્લી ચૂંટણીમાં જે ત્રણ ઉમેદવાર જીત્યા હતા જે પૈકી બે કેરળમાંથી અને એક આસામમાંથી હતા. આ ઉપરાંત જ્યારે પણ જાડતોડની રાજનીતિ મારફતે સરકાર બની છે ત્યારે અપક્ષ ઉમેદવારોની ભૂમિકા ખુબ મજબુત રહે છે.
સામાન્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં ઉમેદવારોના ડિપોઝિટ પણ જપ્ત થતા રહ્યા છે. વર્ષ ૧૯૫૧થી લઇને વર્ષ ૨૦૧૪ સુધીના ગાળામાં કુલ અપક્ષ ઉમેદવારો પૈકી ૯૭.૯૨ ટકા ઉમેદવારની ડિપોઝિટ ડુલ થઇ ચુકી છે. અપક્ષોની જીતવાની ક્ષમતા પર હમેંશા પ્રશ્નો થતા રહ્યા છે. કારણ કે તેમનામાં જીતવાવાળા ઉમેદવારોની સંખ્યા નહીંવત સમાન રહી છે. શરૂઆત લોકસભા ચૂંટણી એટલે કે ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૭માં દરેક વખત ૩૦થી વધારે ઉમેદવારો જીતી ગયા હતા. જો કે હવે આ સંખ્યા સતત ઘટી રહી છે. વર્ષ ૧૯૮૯ બાદથી આ સંખ્યા ક્યારેય પણ બે આંકડામાં પહોંચી નથી. હજુ સુધી સૌથી વધારે ૪૨ અપક્ષ ઉમેદવાર વર્ષ ૧૯૫૭માં જીતી ગયા હતા. ત્યારબાદ બાદની લોકસભા ચૂંટણીમાં જીતનારની સંખ્યા સતત બદલાતી રહી છે. જો કે અપક્ષોની જીતની ટકાવારી સરેરાશ રીતે ઓછી રહી છે.