ફેબ્રુઆરી મહીનો એટલે પ્રેમનો મહીનો. હાલમાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. યુવાઓ રોજેરોજ પોતાની રીતે તેને ઉજવી રહ્યાં છે. યુવા હૈયાઓ પોતાના પ્રિયપાત્ર સમક્ષ પ્રેમનો ઇઝહાર કરી રહ્યાં છે.
આ સમયે સોશિયલ મીડિયા પર સૌથી વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક શાળા દેખાઇ રહી છે, અને ત્યાં કેટલાંક પોતાના પ્રેમને ઇશારા-ઇશારામાં વ્યક્ત કરી રહ્યા છે. આ ઇશારાઓ ખૂબ જ સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યા છે.
આ વીડિયો મલયાલમ ફિલ્મનો છે અને આ ફિલ્મનું નામ છે ઓરૂ અદાર લવ. આ ફિલમનું એક ગીત માણિક્ય મલારય પૂવી સોશિયલ મીડિયામાં ખબૂ જ વાઇરલ થઇ રહ્યું છે. આ ગીતમાં પાત્રોએ કરેલા ઇશારાઓ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
આ ગીતમાં દેખાઇ રહેલી એક્ટ્રેસનું નામ પ્રિયા પ્રકાશ વારિયારની આ ડેબ્યુ ફિલ્મ છે, જે પોતાના એક્સપ્રેશનને લઇને ખૂબ જ ચર્ચામાં છે.