જૈસલમેર : લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ સટ્ટાબજારમાં પણ જોરદાર તેજી આવી ગઇ છે. રાજસ્થાનમાં જોધપુરનજીક ફલોદમાં સટ્ટા માર્કેટ ફરી સક્રિય છે. સટ્ટા માર્કેટમાં કહેવામાં આવ્યુ છે કે એનડીએ સરકાર કેન્દ્રમાં સરળતાથી નવી સરકાર બનાવી લેશે. સટ્ટા માર્કેટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ એકલા હાથે ૨૫૦થી વધારે સીટ જીતી જશે. જ્યારે એનડીએ તો ૩૦૦-૩૧૦ સીટ જીતી જશે. રાજસ્થાન માટે સટ્ટા માર્કેટે આગાહી કરી છે કે ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનમાં પણ લોકસભાની ચૂંટણીમાં કુલ ૨૫ સીટો પૈકી ૧૮-૨૦ સીટો તો જીતી જશે.
સટ્ટા બજાર માને છે કે પાકિસ્તાનમાં બાલાકોટ ખાતે ભારતીય હવાઇ દળ દ્વારા કરવામાં આવેલા સર્જિકલ હુમલા બાદ ભાજપની તરફેણમં સ્થિતી જારદાર રીતે થઇ ગઇ છે. પુલવામાં અટેક અને ત્યારબાદ બાલાકોટમાં હવાઇ હુમલા બાદથી મોદી વધારે મજબુત નેતા તરીકે ઉભરી આવ્યા છે. ફલોદીમાં સટ્ટોડિયા અને બુકીઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે હવલાઇ હુમલા પહેલા એનડીએ માટે ૨૮૦ સીટો જેટલી સીટોની વાત કરવામાં આવી રહી હતી. જા કે હવે સ્થિતી બદલાઇ રહી છે. હવાઇ હુમલા પહેલા ભાજપને ૨૦૦ સીટ જેટલી આપવામાં આવી રહી હતી. જા કે હવે તેની સીટોની સંખ્યામાં જારદાર વધારો થઇ રહ્યો છે.
બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી માટે સટ્ટા બજારમાં જે વાત થઇ રહી છે તે મુજબ અગાઉ ૧૦૦ સીટોની આગાહીની સામે હવે ૭૨-૭૪ સીટો મળવાની વાત કરવામાં આવી રહી છે. સટ્ટાબજારમાં સ્થિતી સતત બદલાતી રહે છે. આગામી દિવસોમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોને વધારે તાકાત લગાવી દેવાની જરૂર પડશે.