રેલવેમાં પોતાની કેરિયર બનાવવા માટે ઇચ્છુક ઉમેદવાર માટે ખુબ શાનદાર તક રહેલી છે. રેલવે ભરતી બોર્ડ (આરઆરબી) દ્વારા મિનિસ્ટ્રિયલ અને આઇસોલેટેડ હોદ્દા પર ભરતી માટે જાહેરનામુ જારી કરી દીધુ છે. બંને માટે કુલ ૧૬૬૫ જેટલી જગ્યા રાખવામાં આવી છે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ સાતમી એપ્રિલ રાખવામાં આવી છ. ઓનલાઇન મોડથી ફી ચુકવી દેવા માટેની અંતિમ તારીખ ૧૩મી એપ્રિલ રાખવામાં આવી છે. એસબીઆઇ ચાલાન અથવા તો પોસ્ટ ઓફિસ ચાલાન મારફતે ફી ચુકવી દેવા માટેની અંતિમ તારીખ ૧૧મી એપ્રિલ રાખવામાં આવી છે. જે લોકો આમાં અરજી કરવા માટે ઇચ્છુક છે તેમને સાવધાનીપૂર્વકની તમામ પ્રક્રિયા અપનાવીને આગળ વધવાની જરૂર છે. ઉમેદવારોની પસંદગી સિંગલ સ્ટેજ સીબીટી કોમ્પ્યુટર આધારિત પરીક્ષાથી થનાર છે. આમાં સફળ રહેનાર વિદ્યાર્થીઓના સ્કીલ ટેસ્ટ કરવામા ંઆવશે જેમાં સ્ટેનો, ટ્રાન્સલેશન, ટિચિંગ સ્કીલ, પરફોર્મ ટેસ્ટનો સમાવેશ થાય છે. છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવનાર છે.
સિંગલ સ્ટેજ સીબીટીમાં ૯૦ મિનિટનો સમય આપવામાં આવનાર છે. જેમાં ૧૦૦ પ્રશ્ન પુછવામાં આવે છે. જુનિયર સ્ટેનોગ્રાફીમાં હિન્દી અને અંગ્રેજીમાં ધ્યાન આપવામાં આવે છે. આ પ્રશ્નપત્ર અન્ય પોસ્ટના પ્રશ્નપત્ર કરતા અલગ હોય છે. તેમાં પણ ૯૦ મિનિટ આપવામાં આવનાર છે. સાથે સાથે ૧૦૦ માર્કના પ્રશ્નો પુછવામાં આવે છે. પરીક્ષામાં નેગેટિવ માર્ક કરવામાં આવે છે. ખોટા જવાબ માટે એક તૃતિયાંશ માર્ક કાપી લેવામાં આવનાર છે. જનરલ કેટેગરીના ઉમેદવારને ૫૦૦ રૂપિયા અને એસસી અને એસટી ઉમેદવારને તેમજ દિવ્યાંગને ૨૫૦ રૂપિયાની ફી ચુકવાની રહેશે. તમામ પોસ્ટ માટે જુદી જુદી વય નક્કી કરવામાં આવી છે.
લઘુત્તમ વય ૧૮ વર્ષ અને મહત્તમ વય ૪૫ વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર વેબસાઇટ ઇÂન્ડયન રેલવે ડોટ ગોવ ડોટ ઇન પર જઇને હોદ્દા માટે એપ્લીકેશન ઓનલાઇન અરજી કરી શકાય છે. ત્યારબાદ વ્યÂક્તગત માહિતીનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકાય છે. નોંધણી આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઓન કરીને ફોર્મ ભરીને સુપ્રત કરી શકાય છે. સાતમી એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ છે. ૧૧મી એપ્રિલ ચાલાનથી ફી ચુકવણી કરવાની અંતિમ તારીખ છ. આવી જ રીતે ૧૩મી એપ્રિલ ઓનલાઇન મોડમાં ફી ચુકવણીની એંતિમ તારીખ છે. ૧૬મી એપ્રિલ સુધી અંતિમ રીતે અરજી સુપ્રત કરી શકાય છે.