દહેરાદુન : ઉત્તરાખંડના દહેરાદુનમાં ચુંટણી રેલીને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ બીસી ખાંડુરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મોદી પર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે બીસી ખંડુરી ડિફેન્સ સાથે જાડાયેલી એક સંસદીય સમિતિના ચેરમેન હતા પરંતુ સાચી વાત કરવાના પરિણામ સ્વરૂપે તેમને દુર કરી દેવામાં આવ્યા હતા. બીસી ખાંડુરીના પુત્ર મનિષ ખાંડુરી આજે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. રાહુલે કહ્યું હતું કે ચાર વર્ષના ગાળામાં અચ્છે દિન આયેંગેથી લઈને ચોકીદાર ચોર હે ના નારા આવી ગયા છે. તેમણે કહ્યું હતું કે મનિષ ખાંડુરીના પિતા બીસી ખાંડુરી ડિફેન્સ સાથે જાડાયેલી કમિટીમાં હતા અને પોતાની લાઈફ દેશની સેવામાં લગાવી દીધી હતી. ખાંડુરીએ સેનાની પાસે હથિયારોની કમીનો મામલો ઉઠાવ્યો હતો ત્યારે તેમને સંસદીય સમિતિના ચેરમેનના હોદ્દા પરથી દુર કરી દેવામાં આવ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે સંસદની કમિટીમાં એક પ્રશ્ન ઉઠાવ્યા બાદ તેમને દુર કરાયા હતા. ખાંડુરીએ સાચી વાત કરીને કોઈ ભુલ કરી હતી. દેશની સુરક્ષાની વાત હતી જેથી ખાંડુરીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ મોદીએ એક દેશભક્તને કમિટીમાંથી દુર કરી દીધા હતા. પુલવામા હુમલા પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે દિવસે પુલવામામાં હુમલો થયો તે દિવસે અમે અમારૂ વલણ સ્પષ્ટ કરી ચુક્યા હતા. કોંગ્રેસે સાફ શબ્દોમાં કહ્યું હતું કે પાર્ટી પૂર્ણ તાકાત સાથે સરકારની સાથે છે. તેઓએ પીસીને સાફ શબ્દોમાં કહ્યું હતું કે પાર્ટી સરકારની સાથે છે. તમામ કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હતા. તે વખતે વડાપ્રધાન જીનકાર્બેટ પાર્કમાં નેશનલ જિયોગ્રાફીક માટે ફોટા બનાવી રહ્યા હતા. સાડા ત્રણ કલાક સુધી ફોટાઓ આપી રહ્યા હતા. ભાજપના વાસ્તવિકતા માટે કોઈ જગ્યા દેખાઈ રહી નથી. જીએસટીના કારણે નાના અને મધ્યમ વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. રાહુલે રોજગાર અને ખેડુતોની સમસ્યાને લઈને પણ વાત કરી હતી અને કહ્યું હતું કે પાંચ વર્ષના ગાળામાં કોઈ કામ થઈ શક્યા નથી. નિરવ મોદીને નરેન્દ્ર મોદીના ભાઈ તરીકે કહેવામાં આવે છે.
ઈંગ્લેન્ડની સરકાર નિરવ મોદીને પરત મોકલવા માંગે છે પરંતુ સરકાર તેમના સંદર્ભમાં પુરાવા આપવા માટે તૈયાર નથી. રાફેલ મામલા પર ભાજપ અને અનિલ અંબાણી પર પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે અનિલ અંબાણી નરેન્દ્ર મોદીની સાથે ફ્રાંસ જાય છે અને એક બે દિવસની અંદર જ એચએએલ જેવી કંપનીને બહાર કરીને અંબાણીની કંપનીને રાફેલનો કોન્ટ્રાક્ટ મળી જાય છે.
ફ્રાંસની સરકાર સમક્ષ મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. અનિલ અંબાણીને કાગળના વિમાન પણ બનાવતા આવડતા નથી. સીબીઆઈ ચીફ દ્વારા રાફેલમાં તપાસ કરવામાં આવે છે તો તેમને પણ દુર કરવામાં આવે છે.