નવી દિલ્હી : લોકસભા ચુંટણી માટે કાર્યક્રમની જાહેરાત થયા બાદ હવે રાજકીય પક્ષો આક્રમક તૈયારીમાં લાગી ગયા છે. વિપક્ષી કોંગ્રેસ નરેન્દ્ર મોદી સરકારની સામે પહેલાથી વધારે આક્રમક વલણ અપનાવવા માટે તૈયાર છે. પાર્ટી જુદા જુદા રાજ્યોમાં ગઠબંધનને વહેલીતકે આખરી ઓપ આપવાની સાથે સાથે ઝંઝાવતી ચુંટણી રેલી કરવાની તૈયારીમાં છે. હજુ સુધી ઉમેદવારોની ત્રણ યાદી કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવી ચુકી છે. કોંગ્રેસ વહેલીતકે પોતાના ઉમેદાવારના નામ જાહેર કરવા માટે ઈચ્છુક છે. કોંગ્રેસની ચુંટણી રણનીતિથી વાકેફ રહેલા સૂત્રોએ કહ્યું છે કે આવનાર દિવસોમાં કોંગ્રેસ પ્રમુખ અને બીજા વરિષ્ઠ નેતાઓની સતત સભાઓ થશે. જનસંપર્ક અભિયાન પણ હાથ ધરવામાં આવશે.
ડોર ટુ ડોર અભિયાન તીવ્ર બનાવવામાં આવશે. આની સાથે સાથે તમામ મોટા રાજ્યોમાં ગઠબંધન કરી લેવામાં આવ્યા છે. તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને બિહારમાં ગઠબંધન થઈ ચુક્યા છે. જે રાજ્યોમાં ગઠબંધનની વાત ચાલી રહી છે તે રાજ્યોમાં પણ ટુંકમાં અંતિમ નિર્ણય કરાશે. ગઠબંધનના સંબંધમાં પ્રશ્નના જવાબમાં પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ કહ્યું છે કે ગઠબંધનને લઈને કોઈ સમસ્યા નથી. છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દરરોજ ચુંટણી સભા કરી રહ્યા છે. જુદા જુદા તબક્કામાં ચુંટણી યોજાનાર છે. રેલીઓને આખરી ઓપ આપવામાં રહ્યો છે. ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યો માટે ત્રણ વખતના ૫૪ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ચુકી છે. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામ પણ સામેલ છે.
બીજી બાજુ બંગાળમાં સીપીઆઈના નેતૃત્વમાં ડાબેરી મોરચા દ્વારા તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ૨૫ સીટ માટે સીપીઆઈના નેતૃત્વમાં ડાબેરી મોરચા દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવી ચુક્યા છે. આ યાદીમાં ચાર મહિલાઓ અને પાંચ મુસ્લિમ ઉમેદવારો છે. કોંગ્રેસ માટે ૧૭ બેઠકો છોડી દેવામાં આવી છે. પુરલિયા અને બારાસેટ સીટ માટે ચુંટણી લડવા ઈચ્છુક કોંગ્રેસની નેતાગીરીનું કહેવું છે કે બેઠકોની વહેંચણી મુજબ નિર્ણય કરવામાં આવી રહ્યા છે. પ્રથમ વખત ડાબેરીઓ દ્વારા એક વખતના તેના નજીકના હરીફ કોંગ્રેસ માટે લોકસભા ચુંટણી માટે જોડાણ કર્યું છે. ડાબેરીઓની હાલત પણ બંગાળમાં ખૂબ ખરાબ થયેલી છે. કારણ કે ડાબેરીઓના આશ્રિતો સામે પ્રશ્નો ઉભા થયા છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાના ચેરમેન બિમન બોસે કહ્યું છે કે ૨૫ લોકસભા બેઠકોમાં રાયગંજ અને મુર્શીદાબાદનો સમાવેશ થાય છે.