બિહારમાં લોકસભાની ૪૦ સીટો રહેલી છે. આ વખતે આ ૪૦ સીટો પૈકી કોણ કેટલી સીટો જીતી જશે તેને લઇેને રાજકીય પંડિતો ગણતરી કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે મોદી લહેર વચ્ચે જારદાર સપાટો બોલાવ્યો હતો અને એકલા હાથે ૨૨ સીટો જીતી લીધી હતી. રામવિલાસ પાસવાનની પાર્ટી રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટીએ છ બેઠકો જીતી હતી. આરજેડીને ચાર સીટો મળી હતી. જેડીયુને બે અને કોંગ્રેસને બે સીટો મળી હતી. થોડાક હજુ પાછળ જઇએ તો વર્ષ ૨૦૦૯માં લોકસભાની ચૂંટણીમાં જેડીયુને ૨૨, ભાજપને ૧૨ અને આરજેડીને ચાર સીટો મળી હતી. કોંગ્રેસને બે સીટો મળી હતી. તમામ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં કોંગ્રેસની હાલત તો ખુબ ખરાબ છે. તેની સ્થિતી ખુબ નબળી છે. તે કોઇ પણ રીતે સ્પર્ધા માટ મેદાનમાં નથી. આવી સ્થિતીમાં જેડીયુ અને ભાજપ સાથે આવી જતા આ વખતે પહેલા કરતા પણ વધારે સારી સીટો એનડીએને મળી શકે છે.
રામવિલાસ પાસવાન અને નીતિશ કુમાર તેમજ સુશીલ કુમાર મોદી જેવા અનુભવી નેતા મેદાનમાં છે. બિહારમાં આ વખતે પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જારદાર પ્રચાર કરવા માટેની તૈયારી કરી ચુક્યા છે. જા કે બિહારમાં તો આ વખતે નીતિશ કુમાર, પાસવાન અને સુશીલ કુમાર મોદી આક્રમક રીતે આગળ વધી રહ્યા છે. લોકસભા માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ આક્રમક રીતે તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. લાલુ યાદવ બિહારની રાજનીતિમાં દશકોથી મેદાનમાં રહ્યા છે.
આવી સ્થિતીમાં તેમની ભૂમિકા આ વખતે કેટલી અસરકારક રહે છે તે બાબત પણ મહત્વપૂર્ણ છે. તેજસ્વી પાસે પાર્ટીની જવાબદારી આવી ગઇ છે. જેથી તેમની પણ અગ્નિકસૌટી થનાર છે. રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીની હાલતને સુધારી દેવા માટે હવે શુ કરે છે તે બાબત પણ ઉપયોગી સાબિત થનાર છે. બિહારની રાજનિતી કેન્દ્રમાં પણ નિર્ણાયક બનનાર છે. આવી સ્થિતીમાં આ વખતે કોણ બાજી મારશે તે બાબત પણ રાજકીય વર્તુળોમાં ચર્ચી શરૂ થઇ ગઇ છે. વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દા બની રહ્યા છે. ભારતના હવાઇ હુમલા બાદ આ મુદ્દો પણ જારદાર રીતે ચગાવવામાં આવનાર છે.