અમદાવાદ : અમદાવાદ શહેરના હંમેશા લોકોથી ભરચક રહેતા રિલીફ રોડ ઉપર મોબાઇલ માર્કેટમાં ભીષણ આગળ ફાટી નિકળતા સનસનાટી મચી ગઈ હતી.
મૂર્તિમંત કોમ્પેક્ષના મોબાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના પણ મોબાઇલની દુકાનોમાં ભારે નુકસાન થયું છે. આગના સમાચાર મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટુકડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. થોડાક સમય સુધી રસ્તાને બંધ કરવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ લાગવાની ઘટનાથી ટ્રાફિક જામની સ્થિતિ રહેતા લોકો અટવાયા હતા. આગની ઘટનાની માહિતી મળતા જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડે તરત જ આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. નુકસાનના આંકડાને લઇને પાકી માહિતી મળી શકી નથી. આગ ઝડપથી એક પછી એક દુકાનોમાં ફેલાઈ ગઇ હતી.