દેશભરમાં હાલમાં વોટબેંકની રાજનીતિ સતત ચાલી રહી છે. આ રાજનીતિના કારણે જ જુદા જુદા રાજ્યોમાં સક્રિય રહેલા જુદી જુદી રાજકીય પાર્ટીના નેતા અપરાધિકરણની દિશામાં હાલ આગળ વધી રહ્યા છે. દેશમાં અપરાધી રાજનેતાઓના કારણે ભારતીય રાજનીતિની છાપ સૌથી ખરાબ થઇ છે. અપરાધી નેતાઓ પર અંકુશ કઇ રીતે મુકવામાં આવે તેને લઇને કેટલાક નિષ્ણાંતો વારંવાર પોત પોતાના અભિપ્રાય રજૂ કરતા રહ્યા છે.
જાણકાર લોકો માને છે કે ભારતીય રાજનીતિની સૌથી ખરાબ છાપ અપરાધીકરણના કારણે રહી છે. કોઇ સમય શિસ્ત અને નૈતિકતા માટે જાણીતી રહેલી રાજનીતિ આજે વોટબેંકની દિશામાં આગળ વધી છે. હવે વોટબેંકને મજબુત કરવાની નીતી અપનાવવામાઆવી રહી છે. આ જ રમતના કારણે નૈતિકતાના તમામ સિદ્ધાતો આજે હવા થઇ ગયા છે. અપરાધીકરણની સ્થિતી મજબુત બની ગઇ છે. શહાબુદ્દીન જેવા લીડરો હિરો બની ગયા છે. જે લોકશાહી માટે કંલગ સન્માન છે. આ કંલકને સાફ કરવા માટે કોર્ટ દ્વારા કાયદામાં સુધારા તો કરવામાં આવ્યા છે પરંતુ કોર્ટના પગલા પુરતા નથી. ભારતીય રાજનીતિમાં રાજકીય બિરાદરી અપરાધીકરણને સુરક્ષિત રાખવા માટે કામ કરે છે. તેમની હિમ્મત એટલી હદ સુધી વધી ગઇ છે કે તે જનતાની અવગણા કરીને અપરાધીઓને પાર્ટીમાં રાખવા માટે તમામ પ્રયોગ પણ કરે છે. રાજનેતા માનવા લાગ્યા છે કે અપરાધીઓને લાવીશુ તો પણ લોકો કઇંક કરી શકશે નહી. કારણ કે સામાન્ય લોકોને આ જ લોકો પૈકી એક વ્યક્તિને પંસદ કરવાની જરૂર પડનાર છે.
રાજકીય પક્ષો દ્વારા પ્રજાની નબળાઇનો લાભ લેવામાં આવી રહ્યો છે. જનતાના વિચાર, પસંદ રજૂ કરવાના અધિકાર ઓછા કરવામાં આવે તેવી માનસિકતા સાથે રાજકીય પક્ષો કામ કરે છે. ચૂટણી પાંચ વર્ષમાં એક વખત થાય છે અને પ્રજા પાંચ વર્ષમાં માત્ર એક વખત તેમના અભિપ્રાય વ્યક્ત કરે છે.ભારતમાં વ્યવસ્થા હાલમાં એક વખતે જો કોઇ નેતા જીતી ગયા તો આગામી ચૂટણી સુધી તે પ્રજાની વચ્ચે જતા નથી. પ્રજા સાથે તેના કોઇ લેવાદેવા રહેતા નથી. તેમના પ્રયાસ એ છે કે તેમની પસંદગીને મર્યાદિત કરી દેવામાં આવે. કોઇ રાજકીય પક્ષ એક વખત જોકોઇ અપરાધીને તક આપે છે અને તે જો જોડતોડ મારફતે ચૂટણી જીતી જાય છે તો ત્યારબાદ પ્રજા કઇ પણ કરી શકે નહી. રાજકીય દળો તેને સ્થાપિત કરવામાં લાગી જાય છે.
દરેક રાજકીય પક્ષ ચોક્કસ પાર્ટીના લોકોના હાથમાં હોય છે. લાલુ યાદવ, શાહબુદ્ધીન અને અન્ય ટોપના નેતા કેટલાક કેસોમાં ફસાયા હોવા છતાં મોટા કદના નેતા તરીકે રહ્યા છે. લાલુ હજુ આરજેડીના સૌથી મોટા નેતા તરીકે છે. રાજનીતિમાં અપરાધિકરણને રોકવા માટે તરત નક્કર પગલા લેવામાં આવે તે જરૂરી છે. સરકાર અને રાજકીય પક્ષોની ઇચ્છા વગર આ કામ શક્ય નથી. કારણ કે જો રાજકીય પક્ષો સ્વચ્છ અને ઇમાનદાર લોકોને જ મેદાનમાં ઉતારશે તો તમામ રાજકીય પક્ષોમાંથી આ દુષણ પોતાની રીતે જ દુર થઇ જશે. સૌથી મોટી બાબત રાજકીય ઇચ્છાશક્તિની રહેલી છે. વોટબેંકની રાજનીતિથી ઉપર ઉઠીને કામ કરવુ પડશે.