નવી દિલ્હી : વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને સામાન્ય સ્થિતીમાં લાવવા માટેની પ્રક્રિયા હવે પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પ્રક્રિયા બે સપ્તાહ સુધી ચાલી હતી. હવે આ પ્રક્રિયા ભારતીય હવાઇ દળ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. પાયલોટ અભિનંદને ૨૭મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડ્યુ હતુ. આ ગાળા દરમિયાન તેમનુ મિંગ ૨૧ બાઇસન વિમાન પણ તુટી પડ્યુ હતુ. અભિનંદન મિંગ-૨૧ વિમાન મારફતે સુરક્ષિત નિકળી ગયા હતા. જા કે તેઓ પોકમાં પહોંચી ગયા હતા. જેથી તેમને પાકિસ્તાની સેનાએ કસ્ટડીમાં લઇ લીધા હતા.
આખરે ભારત અને અન્ય દશોના દબાણ બાદ પાકિસ્તાને અભિનંદનને મુક્ત કર્યા હતા. અધિકારીઓએ કહ્યુ છે કે ભારતીય હવાઇ દળ દ્વારા તેમની સારવારની રીત અને પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે તેઓ ફરજ પર પરત ફરતી પહેલા ફિટનેસને લઇને સમીક્ષા કરશે. યુદ્ધ વિમાનના કોકપિટમાં તેઓ પરત ફરી શકે છે કે કેમ તેની તેઓ હવે ફરી ખાતરી કરશે. અધિકારીઓ હાલમાં તેમની ફિટનેસ પર નજર રાખી રહ્યા છે. હવાઇ અથડામણ દરમિયાન વિંગ કમાન્ડર તેમનુ વિમાન તુટી પડ્યા બાદ પેરાશુટ સાથે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે ફંગોળાઇ જઇને પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા. પાકિસ્તાનના યુદ્ધ વિમાનો ભારતીય ક્ષેત્રમાં હવાઈ હુમલાના પ્રયાસ કર્યા ત્યારે ભારતીય જેટે પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ કરી દીધા હતા. આ ગાળા દરમિયાન ભારતનું એક મિગ વિમાન તુટી પડ્યું હતું અને વિંગ કમાન્ડર અભિનંદન ખરાબ હવામાનના કારણે પવનના લીધે પાકિસ્તાન પહોંચી ગયા હતા. પેરાશૂટથી વિંગ કમાન્ડર કુદી ગયા ત્યારે ભારતના બદલે પાકિસ્તાનમાં નીચે ઉતરતા તેમને પાકિસ્તાની સૈનિકોએ પકડી લીધા હતા. ત્યારબાદથી સ્થિતિ વિસ્ફોટક બનેલી હતી. આખરે વિંગ કમાન્ડરને લઇને જારદાર દબાણ પાકિસ્તાન ઉપર લાવવામાં આવ્યું હતું. ત્યારબાદથી સ્થિતિ ઝડપથી બદલાઈ રહી હતી.
અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનના કબજામાં રહ્યા બાદ ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પહેલી માર્ચના દિવસે મોડી રાત્રે ભારત પહોંચતા દેશના લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતુ. પહેલી માર્ચના દિવસે રાત્રે ૮.૫૦ વાગ્યા બાદ અભિનંદનની વાપસી થઇ હતી. પાકિસ્તાન અધિકારીઓનો કાફલો વાહનોમાં અભિનંદનને લઇને વાઘા સરહદે પહોંચ્યો હતો. અભિનંદનની વાપસી બાદ જુદી જુદી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી જેમાં મેડિકલ તપાસનો સમાવેશ થાય છે.
આ મેડિકલ તપાસ હજુ સુધી જારી રહી હતી. ગઇકાલે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. અભિનંદનના સ્વાગત માટે વાઘા સરહદ પર લોકોની સાથે સાથે અધિકારીઓ પણ પહોંચ્યા હતા. પાકિસ્તાનના યુદ્ધ વિમાનની સાથે ઝડપ દરમિયાન પાકિસ્તાનમાં પડી ગયેલા મિગ-૨૧ના પાયલોટ અભિનંદનના પરિવાર સેના સાથે જાડાયેલા છે. પરિવારના સભ્યો આર્મી અને એરફોર્સમાં પહેલાથી જ સામેલ રહ્યા છે. વિંગ કમાન્ડરને પાકિસ્તાને મુક્ત કરવાની જાહેરાત કર્યા બાદથી જ ભારતમાં તેના સ્વાગત માટે ઉત્સુકતા હતી. ભારત અને વિશ્વના દેશોના તીવ્ર દબાણ સમક્ષ ઝુંકી જઇને આખરે અભિનંદનને છોડી મુકવા પાકિસ્તાને તૈયારી દર્શાવી હતી. ભારતીય લોકો સાહસી અબિનંદન ફરી વહેલી તકે ફરજ પર પરત ફરે તેવી ઇચ્છા રાખવામા આવી રહી છે. ભારતીય લોકો તેના સાહસની હજુ પ્રશંસા કરી રહ્યા છે.