ગોળીબારની સાથે સાથે…..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ક્રાઇસ્ટચર્ચ :   ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે બે મસ્જિદોમાં વણઓળખાયેલા હુમલાખોરોએ આજે ભીષણ ગોળીબાર કરતા વ્યાપક દહેશત ફેલાઇ ગઇ છે. આ ગોળીબારમાં છ લોકોના મોત થઇ ગયા છે અન અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ પહેલો હુમલો અલ નુર મસ્જિદમાં કરવામાં આવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચના પેટાનગર વિસ્તાર લિનવુડમાં એક મસ્જિદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.ગોળીબારની સાથે સાથે નીચે મુજબ છે

  • ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે બે મસ્જિદોમાં વણઓળખાયેલા હુમલાખોરેઆજે ભીષણ ગોળીબાર
  • પહેલો હુમલો અલ નુર મસ્જિદમાં કરવામાં આવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચના પેટાનગર વિસ્તાર લિનવુડમાં એક મસ્જિદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો
  • ગોળીબારના સમય પર બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ પણ મસ્જિદમાં હતી પરંતુ ટીમના ખેલાડીઓનો સહેજમાં બચાવ થયો હતો
  • હુમલાખોર કાળા વસ્ત્રો પહેરીને આવ્યો હતો. સાથે સાથે માથા પર હેલમેટ પણ પહેરી રાખી હતી. તેની પાસે ઘાતક હથિયારો હતા
  • ન્યુઝીલેન્ડ પોલીસ અને સુરક્ષા દળોએ ચારેબાજુથી સમગ્ર વિસ્તારને ઘેરી લઇને ઉંડી તપાસ હાથ
  • દુનિયાભરમાં ઘટનાને લઇને સવારથી ચર્ચા છેડાઇ
  • હુમલાના ગાળા દરમિયાન બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ત્યાં જ હતી. મસ્જિદમાં ગોળીબારની માહિતી મળતાની સાથે જ તમામ ખેલાડી બાકી લોકોની સાથે કોઇ રીતે બહાર આવી ગયા હતા.
  • બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડમાં છ. શનિવારથી બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચ ખાતે શરૂ થઇ રહી છે
  • ગોળીબારની ઘટના બન્યા બાદ આસપાસની તમામ ઇમારતોને બંધ કરી દેવામાં આવી હતી.
  • ન્યુઝીલેન્ડમાં બે મસ્જિદોમાં ગોળીબારની ઘટના બન્યા બાદ ભારતમાં પણ આની ચર્ચા સવારથી રહી હતી

 

Share This Article