ઉત્તરપ્રદેશમાં આ વખતે લોકસભા ચૂંટણીમાં નવા યોદ્ધાઓની ભૂમિકા નિર્ણાયક રહેનાર છે. દરેક રાજકીય પાર્ટીમાં નવા યોદ્ધા રહેલા છે. જ્યારે જુના મહારથી હવે માર્ગદર્શકની ભૂમિકામાં આવી ગયા છે. ઉત્તરપ્રદેશની ભૂમિકા લોકસભા ચૂંટણીમાં હમેંશા નિર્ણાયક રહે છે. આવી સ્થિતીમાં તમામ મુખ્ય પાર્ટી યુપીમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નવા યોદ્ધાની વાત કરવામાં આવે તો આ વખતે યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, ઓમપ્રકાશ રાજભર, શિવપાલ યાદવ અને અનુપ્રિયા પટેલની ભૂમિકા ખાસ રહેનાર છે. આ ઉપરાંત જયંત ચોધરી અને રાજા ભૈયા પણ પોત પોતાની રીતે મતદારોમાં મજબુત સ્થિતી ઉભા કરવામાં લાગેલા છે. આ વખતે એક બાજુ ભાજપની જવાબદારી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના હાથમાં આવી ગઇ છે. જ્યારે કોંગ્રેસની જવાબદારી રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરા તેમજ સમાજવાદી પાર્ટીની જવાબદારી આ વખતે અખિલેશ યાદવની પાસે છે.
મુલાયમ સિંહ માર્ગદર્શકની ભૂમિકામાં આવી ગયા છે. આવી જ રીતે શિવપાલ યાદવ અને અનુપ્રિયા પોતાની પાર્ટીની સ્થિતીને મજબુત કરવા માટે સજ્જ છે. આ ઉપરાંત પણ કેટલાક એવા ચહેરા છે જે પાર્ટીની સ્થિતીને મજબુત કરવામાં દિન રાત એક કરી ચુક્યા છે. યુવા ચહેરા એકબીજાની સામે પ્રચાર કરતા નજરે પડનાર છે. આ વખતે લોકસભાની ચૂંટણી નિર્ણાયક બનનાર છે. યોગીની વાત કરવામા આવે તો તેઓ મુખ્ય ચહેરા તરીકે ભાજપના રહેનાર છે. કલ્યાણ સિંહ, રાજનાથ સિંહ પહેલા મુખ્ય ચહેરા તરીકે હતા. હવે યોગી મુખ્ય ચહેરા તરીકે છે. યોગી પાર્ટીના સ્ટાર પ્રચારકની સાથે સાથે ચૂંટણીમાં સૌથી મોટી ભૂમિકા અદા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી પ્રમુખ અમિત શાહ બાદ યોગી સૌથી શક્તિશાળી લીડર તરીકે ઉત્તરપ્રદેશમાં પાર્ટી પાસે છે.
સ્મૃતિ પણ જારદાર અને ઝંઝાવતી પ્રચાર કરનાર છે. આવી જ રીતે કોંગ્રેસ તરફથી આ વખતે રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા વાઢેરા મુખ્ય સ્ટાર પ્રચારક તરીકે છે. આ બંને મુખ્ય રણનિતીકાર તરીકે પણ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાર્ટીના રાયબરેલીના ઉમેદવાર તો છે સાથે સાથે પાર્ટીની તમામ બાબતોમાં તેમની મુખ્ય ભૂમિકા છે. પ્રિયંકા ભાઇ રાહુલની મદદ કરનાર છે. જા કે પ્રિયંકા હાલમાં ચૂંટણી લડશે કે કેમ તેને લઇને પ્રશ્નો છે. આ લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની જવાબદારી પ્રથમ વખત અખિલેશ સીધી રીતે સંભાળી લેવા જઇ રહ્યા છે. મુલાયમ સિંહ પણ ચૂંટણી લડી રહ્યા છે પરંતુ તેમની ભૂમિકા માર્ગદર્શક તરીકે રહેલી છે. અખિલેશ પોતે પણ મજબુત સીટ પરથી લડી શકે છે. સમાજવાદી પાર્ટીથી અલગ થઇને નવી પાર્ટી પ્રગતિશીલ સનાજવાદી પાર્ટી બનાવી લેનાર શિવપાલ યાદવ આ વખતે નવા યોદ્ધા તરીકે છે. પ્રભુત્વનીલડાઇમાં અનુપ્રિયા પટેલ પણ મેદાનમાં ઉતરનાર છે.
અત્રે નોધનીય છે કે જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ગયા રવિવારે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું છે. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થશે.
બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ ઉપર મતદાન થશે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થશે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે. સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં સાતમાં રાઉન્ડમાં મતદાન થશે અને તમામ તબક્કામાં અહીં મતદાન થનાર છે. ૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ આ તમામ યોદ્ધા રણ મેદાનમાં ઉતરી પોતાની પાર્ટીને જીત અપાવવા નિર્ણાયક ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. તેમના વલણ પર પાર્ટી આધારિત રહેશે.