ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની પહેલા ટ્રવેન્ટી અને હવે વનડે શ્રેણીમાં હાર થયા બાદ ટીમ મેનેજમેન્ટની અને કોચ રવિ શાસ્ત્રી તેમજ કેપ્ટન વિરાટ કોહલીની ચારેબાજુ ટિકા થઇ રહી છે. ભારતીય પસંદગીકારો અને કોચ તેમજ કેપ્ટન કોહલીની નીતિ મુજબ જે રીતે ફોર્મમાં ચાલી રહેલા નંબર ચાર અને નંબર પાંચના સૌથી પ્રબળ દાવેદાર અંબાતી રાયડુ અને લોકેશ રાહુલને ટીમની બહાર રાખવામાં આવ્યા તેને લઇને પ્રશ્ન છે. બીજી બાજુ વિકેટકિપર બેટ્સમેન તરીકે પંતનો સમાવેશ કરવામા આવ્યો હતો. વ્યાપક તક તેને મળી હોવા છતાં ફ્લોપ રહ્યો છે. સ્થાનિક મેદાન પર તે માત્ર ૧૬ રન બનાવી શક્યો જે પ્રશ્ન ઉભા કરે છે. શંકરનો ટીમમા સમાવેશ પણ પ્રશ્ન સર્જે છે.
બીજી બાજુ ફોર્મમાં ચાલી રહેલા ધોની, રાહુલ અને રાયડુને જે રીતે બહાર રાખવામાં આવ્યા તે દર્શાવે છે કે ટીમની પસંદગી કરનાર મેનેજમેન્ટ, કોચ અને કેપ્ટનમાં દુરદર્શી નીતિ દેખાઇ રહી નથી. દિનેશ કાર્તિકને પણ તક આપવામાં આવી રહી નથી. વનડે ક્રિકેટમાં હાલમાં ભારતીય બેટિંગ નિષ્ફળ રહ્યા બાદ બેટિંગ ક્રમ સાત નંબર સુધી નિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે. આવી સ્થિતીમાં ધોની, લોકેશ રાહુલ અને અંબાટી રાયડુને ટીમમાં રાખીને જ વર્લ્ડ કપમાં મેદાનમાં ઉતરી શકાય છે. શંકર અને પંતને હજુ સ્થાનિક મેચોમાં તક આપવાની જરૂર છે. વર્લ્ડ કપ જેવા પ્રતિષ્ઠિત આયોજન માટે યોગ્ય ટીમ રહે તે જરૂરી છે.
પસંદગીરો વ્યાપક બાબતોને ધ્યાનમાં લઇને ટીમ જાહેર કરે તે જરૂરી છે. કોહલીને પણ સાવધાનીપૂર્વક પ્રયોગ કરવાની જરૂર છે. ફોર્મમાં રહેલા ખેલાડીઓને યોગ્ય જગ્યાએ બેટિંગની તક મળવી જોઇએ. ધોનીને છેલ્લી દિલ્હી મેચમાં સામેલ કરવામાં ન આવતા આને લઇને પણ મેનેજમેન્ટ અને કોહલીની વ્યાપક ટીકા થઇ રહી છે.