ભારતીય ટીમના પ્રવાસી ઓસ્ટ્રેલિયાની સામે હાલમાં પુરી થયેલી ટ્વેન્ટી અને વનડે શ્રેણીમાં નિરાશાજનક દેખાવના કારણે કરોડો ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા છે. સાથે સાથે વર્લ્ડ કપને લઇને ચાલી રહેલી તૈયારીને લઇને પણ પ્રશ્નો ઉઠવા લાગી ગયા છે. જે રીતે ભારતીય ટીમે આ શ્રેણીમાં રમત રમી છે તે જોતા કોઇ રીતે કહી શકાય નહીં કે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં ફેવરીટ ટીમ તરીકે રહેશે. ખેલાડીઓની અંતિમ ઇલેવનમાં પસંદગી અને તેમની કુશળતાને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દિલ્હીમાં રમાયેલી છેલ્લી મેચ વેળા ટોસ કરવામાં આવ્યો ત્યારે કહ્યુ હતુકે વર્લ્ડ કપ માટે અમારી પ્લેઇંઘ ઇલેવન બિલકુલ નજીક છે.
જ્યારે ફિરોજશાહ કોટલા મેદાન ખાતે રમાયેલી મેચમાં યજમાન ભારતની ઓસ્ટ્રેલિયાની સામે ૩૫ રને હાર થઇ હતી. આ હાર થયાબાદ પ્રશ્નો ઉઠવા લાગી ગયા છે. ઓસ્ટ્રેલિયાએ તો ઇતિહાસ સર્જી દીધો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ વર્ષ ૨૦૦૯માં દ્ધિપક્ષીય વનડે શ્રેણી જીતી લીધી હતી. એટલુ જ નહીં પ્રવાસી ટીમ બે શુન્યથી પાછળ રહી ગયા બાદ હજુ સુધી કોઇ શ્રેણી જીતી શકી ન હતી. પરંતુ આ વખતે ઓસ્ટ્રેલિયાએ આ ઇતિહાસ પણ સર્જી દીધો છે. બીજી તરફ ભારતની સાથે બીજી વખત આવ્યુ બન્યુ છે જ્યારે ટીમે ૨-૦ની લીડ મેળવી લીધા બાદ ટીમની હાર થઇ છે. ૩૦મી મેથી વર્લ્ડ કપની શરૂઆત થઇ રહી છે ત્યારે ટીમની પસંદગીને લઇને પૂર્વ ક્રિકેટરો અને જાણકાર ચાહકો પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. છેલ્લી મેચમાં રમવા માટે જે ઇલેવન મેદાનમાં ઉતરી હતી. જે જીતવા માટે દેખાઇ જ રહી ન હતી. વર્લ્ડ કપ પહેલા હવે ભારતીય ટીમ કોઇ શ્રેણી રમનાર નથી. આવી સ્થિતીમાં તેની સામે જારદાર તૈયારી કરવાની બાબત પણ પડકારરૂપ છે. ગૌતમ ગંભીર સહિતના ખેલાડીઓએ મેચ દરમિયાન જ ફોર્મમાં રહેલા ખેલાડીઓને આરામ આપવા અને સાથે સાથે વારંવાર ટીમમાં ફેરફાર કરવાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા.
આગામી મહિનામાં ૨૩મી એપ્રિલ સુધી ભારતીય ટીમની યાદી સોંપી દેવાનો સમય છે. આવી સ્થિતીમાં ૪૦ દિવસના ગાળામાં જ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શા†ીને કોઇ નિર્ણય લેવા પડશે. ભારતની કમજાર બેટિંગ લાઇન અને નબળી બોલિંગ પણ વર્તમાન શ્રેણીમાં દેખાઇ આવી છે. જેમાં વ્યાપક સુધારા કરવાની હવે જરૂર દેખાઇ રહી છે. દુનિયાની નંબર બે ટીમ વનડેમાં ગણાતી ભારતીય ટીમ સ્થાનિક વિકેટો પર પણ પ્રવાસી ટીમ કરતા નબળી સાબિત થઇ હતી. આવી સ્થિતીમાં વિદેશમાં સારા દેખાવને લઇને પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે. વનડેમાં છેલ્લા બે વર્ષના દેખાવની વાત કરવામા આવે તો ભારતીય ટીમ લક્ષ્યાંકનો પીછો કરતા ૧૦ પૈકી સાતમાં જીતી ગઇ છે.
બોલિંગમાં ઓસ્ટ્રેલિયાની સામે આ શ્રેણીમાં નંબર-૧, નંબર-૪ અને નંબર-૫ જેવા બોલર રમી રહ્યા હતા. છતાં ઓસ્ટ્રેલિયા જેવી નવી ટીમ આ વખતે જંગી લક્ષ્યાંકોને પણ સરળ રીતે પાર પાડતી દેખાઇ હતી. જે તેમની બિનઅસરકારક બોલિંગની સાબિતી આપે છે.મોહાલી વનડેમાં તો ઓસ્ટ્રેલિયાએ ૩૫૯ રન જેટલા વિશાળ લક્ષ્યાંકને પણ પાર પાડી દેવામાં સફળતા મેળવી હતી. આ પ્રથમ વખત બન્યુ છે જ્યારે ભારતીય ટીમ ૩૫૦ રનથી વધુના સ્કોરને બચાવી લેવામાં સફળ રહી છે. વર્લ્ડ કપમાં તમામ ટીમો જારદાર તૈયારી સાથે મેદાનમાં ઉતરનાર છે.ખાસ કરીને ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ સૌથી ફેવરીટ ટીમ તરીકે રહેનાર છે. હાલના સમયમાં તેના દેખાવથી તમામ ટીમો સાવધાન પણ છે. બીજી બાજુ ભારતીય ટીમના બેટિંગ અને બોલિંગના મામલે કેટલીક નબવાઇ દેખાઇ આવી છે. આ તમામ નબળાઇને દુર કરીને મજબુત ઇલેવન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. બેટિંગ ક્રમ પણ પહેલાથી જ નક્કી કરવામાં આવે તે જરૂરી છે. નવા નવા પ્રયોગ કરવાના બદલે એક ચોક્કસ જગ્યા માટે ચોક્કસ ખેલાડીને જવાબદારી સોંપવાની જરૂર છે. દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી પાંચમી અને અંતિમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર જીત મેળવી હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયાએ ટ્વેન્ટી શ્રેણી બાદ વનડે શ્રેણી પણ જીતી લીધી હતી.
જીતવા માટેના ૨૭૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટમ લક્ષ્યાંક સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. આની સાથે જ વનડે શ્રેણી ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ જીતવા માટેના લક્ષ્યાંકનો પીછો કરતા ૫૦મી ઓવરના છેલ્લા બોલે ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમે ૨૩૭ રન કર્યા હતા. તેની હાર થઇ હતી. ભારત તરફથી સૌથી વધારે રોહિત શર્માએ ૫૬ રન કર્યા હતા.