નવી દિલ્હી : દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર આજે રમાયેલી પાંચમી અને અંતિમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર જીત મેળવી હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયાએ ટ્વેન્ટી શ્રેણી બાદ વનડે શ્રેણી પણ જીતી લીધી હતી. જીતવા માટેના ૨૭૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટમ લક્ષ્યાંક સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. આની સાથે જ વનડે શ્રેણી ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ જીતવા માટેના લક્ષ્યાંકનો પીછો કરતા ૫૦મી ઓવરના છેલ્લા બોલે ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમે ૨૩૭ રન કર્યા હતા. તેની હાર થઇ હતી.
ભારત તરફથી સૌથી વધારે રોહિત શર્માએ ૫૬ રન કર્યા હતા. ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ આજે ૪૬ રન બનાવ્યા ત્યારે ૮૦૦૦ રન પુરા કરી લીધા હતા. ૮૦૦૦ રન પૂર્ણ કરનાર તે વિરાટ કોહલી, સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, રાહુલ દ્રવિડ, સહેવાગ, યુવરાજ અને અઝહરુદ્દીનની ક્લબમાં જાડાઈ ગયો હતો. ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ જીત મેળવી હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે ૩૫૮ રન કર્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયાએ છ વિકેટ ગુમાવીને ૩૫૯ રન બનાવીને આ મેચ જીતી લીધી હતી. હેન્ડસકોમ્બે ૧૧૭, ખ્વાજાએ ૯૧ રન કર્યા હતા.ટર્નરે અણનમ ૮૪ રન કર્યા હતા.
આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ નૈતિક જીત પણ મેળવી હતી. શરૂઆતની બંને મેચો જીતી લીધા બાદ ભારતીય ટીમ શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી હતી. જા કે ત્યારબાદ ઓસ્ટ્રલિયાએ જારદાર વાપસી કરીને બાકીની બંને મેચો જીતી લીધી હતી અને આજે પાંચમી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયાએ વનડે શ્રેણી પણ જીતી લીધી હતી. મેક્સવેલના શાનદાર દેખાવના લીધે જ ઓસ્ટ્રેલિયાએ ટ્વેન્ટી શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. બંને મેચોમાં મેક્સવેલ છવાયેલો રહ્યો હતો.