લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ રાજકીય પક્ષો પોત પોતાની તૈયારીમાં લાગી ગયા છે. જીતવા માટેની રણનિતી તૈયાર કરવામાં આવી રહી છે. એકબાજુ રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દરેક રાજ્યમાં તેમના નેટવર્કને મજબુત કરવામાં લાગેલી છે. આવી સ્થિતીમાં તમિળનાડુમાં આ વખતે નવા સમીકરણના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે આ વખતની ચૂંટણી તમિળનાડુની રાજનિતીના બે મોટા ચહેરા જયલલિતા અને કરૂણાનિધી વગર થનાર છે. આવી સ્થિતીમાં માહોલ કોની તરફ રહેશે તે બાબત પર કોઇ વાત કરવી મુશ્કેલ છે. તમિળનાડુમાં બે ગઠબંધન બની ગયા છે. જે પૈકી એક ગઠબંધનમાં ભાજપ અને અન્નાદ્રમુક છે. જ્યારે અન્ય ગઠબંધનમાં ડીએમકે અને કોંગ્રેસ છે.
આવી સ્થિતીમાં પરિણામને લઇને વાત કરવી સરળ રહેશે નહીં. તમિળનાડુની રાજનીતિમાં પૈદા થયેલા શુન્યને ભરવા માટે આ વખતે એમકે સ્ટાલિન , પન્નીરસેવમ, પલાનીસ્વામી, કમલ હાસવ અને ટીટીવીના દિનાકરણનો સમાવેશ થાય છે. આ તમામ મુખ્ય દાવેદાર છે. તમિળનાડુમાં બે ગઠબંધન વચ્ચે સીધી લડાઇ દેખાઇ રહી છે. જે બં ગઠબંધનન લડાઇ છે તે પૈક એકનુ નેતૃત્વ અન્નાદ્રમુકના હાથમાં છે જ્યારે અન્યનુ નેતૃત્વ ડીએમકેના હાથમાં છે. ફિલ્મ સ્ટાર રજનિકાંત લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચુક્યા છે. જેથી તેમની ગણતરી હવે થઇ રહી નથી. તેમના સાથી કલાકાર કમલ હાસન હાલમાં મેદાનમાં છે. અન્નાદ્રમુકથી અલગ થયેલા ટીટીવી દિનાકરણ પણ મજબુત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. છેલ્લી ચૂંટણીમાં એકલા દમ પર ચૂંટણી લડનાર કોંગ્રેસ પાર્ટીએ આ વખતે ડીએમકેની સાથે જાડાણ કરવાની જાહેરાત કરી છે. બીજી બાજુ ભાજપે આ વખતે સત્તારૂઢ પાર્ટીની સાથે છે.
બંને પાર્ટીઓમાં પાર્ટીઓની સંખ્યા વધારે હોવાથી છેલ્લી વખતની ચૂંટણીની તુલનામાં વોટના વિભાજનની શક્યતા આ વખતે ઓછી દેખાઇ રહી છે. કરણાનિધીના પુત્ર સ્ટાલિનને તેમની ક્ષમતા સાબિત કરવાની તક છે તો બીજી બાજુ પન્નીરસેલવમ અને મુખ્યપ્રધાન પલાનિસ્વામી માટે કેટલાક નવા પડકારો રહેલા છે. તમિળનાડુની જનતામાં કેન્દ્ર સરકારની નીતિને લઇને આક્રોશ છે. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં વિરોધ વધારે છે. બીજી બાજુ અન્નાદ્રમુકના નેતૃત્વને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છતે. ડીએમકેને આનો લાભ મળી શકે છે. લોકસભાની સાથે સાથે વિધાનસભાની ૧૮ બેઠકોની પેટાચૂંટણી પણ એક સાથે યોજાનાર છે. આ પેટાચૂંટણી પણ નિર્ણાયક સાબિત થનાર છે. ૨૩૪ સભ્યોની વિધાનસભામાં હજુ ૨૧૩ ધારાસભ્યો છે. આમાંથી અન્નાદ્રમુકના ૧૧૪ ધારાસભ્યો છે. ચૂંટણી બાદ આમાં કેટલીક બાબતો નિર્ણાયક સાબિત થનાર છે. સરકારને બચાવી લેવા માટે અન્નાદ્રમુકને ૧૮ પૈકી છ સીટ પર જીત હાંસલ કરવી પડશે. તમિળનાડુમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમા પેટાચૂંટણીને લઇને પણ પડકાર છે.
લોકસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારી કરવામાં રાજકીય પક્ષો વ્યસ્ત બનેલા છે. તમિળનાડુમાં દશકો સુધી જયલલિતા અને કરૂણાનિધી સ્વચ્ચે સીધી ટક્કર રહેતી હતી. બે દિગ્ગજની હાજરીમાં તમિળનાડુમાં અન્ય કોઇ પાર્ટીની સ્થિતી વધારે મજબુત બની શકી ન હતી. જો કે આ બંને નેતાઓના અવસાન બાદ દિગ્ગજ નેતા રહ્યા નથી. રાજ્યના લોકોમાં ભારે લોકપ્રિયતા ધરાવે તેવા હવે કોઇ નેતા રહ્યા નથી. આવી સ્થિતીમાં તમિળનાડુની રાજનીતિમાં ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોને હવે તેમની સ્થિતી મજબુત કરવાની તક રહેલી છે. આવી સ્થિતીમાં આ વખતે યોજાઇ રહેલી લોકસભાની ચૂંટણીના પરિણામ ખુબ સારી અસર કરી શકે છે. પ્રાદેશિક પક્ષો તેમના અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે. જયલલિતા અને કરૂણાનિધીની ગેરહાજરીમાં લોકો આ બંને પાર્ટીઓ પ્રત્યે કેવુ વલણ અપનાવે છે તે બાબત પર તમામ ચાહકોની નજર રહેશે. તમિળનાડુમાં રાજનિતી ઝડપથી બદલાઇ રહી છે. નરેન્દ્ર મોદીની વર્ષ ૨૦૧૪માં જારદાર લહેર હતી ત્યારે પણ તમિળનાડુમાં તો જયાની હાજરીમાં અન્નાદ્રમુકે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને ૩૭ સીટો જીતી લીધી હતી. જ્યારે ભાજપને એક સીટ મળી હતી. તમિળનાડુની ઝડપથી બદલાઇ રહેલી રાજનીતિ વચ્ચે હવે મતદારો પાસે અનેક વિકલ્પ રહેલા છે. જેથી રાજકીય પંડિતો પણ વર્તમાન સ્થિતીને જોતા કોણ બાજી મારી જશે તેને લઇને કોઇ વાત કરવાની સ્થિતીમાં નથી. તમામ પક્ષો પોત પોતાની રીતે તૈયારી કરી રહ્યા છે. આ વખતે તમિળનાડુમાં પોતાની હાજરીને વધારી દેવા માટે ભાજપે પણ કમર કસી છે. દક્ષિણના રાજ્યોમાં પણ ભાજપની હિલચાલ સતત વધી રહી છે. જે નવા સમીકરણના સંકેત આપે છે.