જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાથી ત્રાસવાદી હિંસા અને સરહદ પર ગોળીબારની ઘટનામાં ઉલ્લેખનીય રીતે વધારો થયો છે. ખાસ કરીને પુલવામા હુમલા અને ત્યારબાદ પોકમાં ભારત દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલા બાદ સ્થિતી વણસી ગઇ છે. આના કારણ કાશ્મીરમાં સ્થિતી દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. હવે સેના ત્રાસવાદીઓ સામે ઓપરેશન ફરી શરૂ કરી ચુકી છે ત્યારે તમામ લોકો આતંકનો ખાતમો થાય તેમ ઇચ્છે છે. ત્રાસવાદને કચડી નાંખવા માટેનો સમય આવી ગયો છે. વિશ્વ સમુદાયને એકમત થઇને તેની સામે જોરદાર જંગ છેડી દેવા અને તેના ખાતમા માટેની પહેલ કરવી પડશે. છેલ્લા ત્રણ દશકના ગાળામાં ભારત, અમેરિકા, ફ્રાન્સ, રશિયા, બ્રિટન, જર્મની, ઇટાલી, તુર્કી અને અન્ય અનેક દેશો ત્રાસવાદી હુમલાનો સામનો કરી ચુક્યા છે.
હજારો લોકોની જાન ત્રાસવાદીઓ હુમલા કરીને લઇ ચુક્યા છે. લાખો કરોડોની સંપત્તિને નુકસાન પહોંચાડી ચુક્યા છે. હવે જા નિર્ણાયક કાર્યવાહી નહી થાય તો તેમનો જુસ્સો વધારે મજબુત થશે. દુનિયામાં ખૌફનુ વાતાવરણ યથાવત રહેશે. દરેક નાગરિક પોતાને સુરક્ષિત અનુભવ કરી શકશે નહી. ત્રાસવાદ સંગઠન અને તેમને છુપાવવા માટેની તક આપનાર દેશોની સામે હવે વાતાવરણ સર્જાઇ રહ્યુ છે. દુનિયાના દેશો એકબીજાની સાથે આવીને કોઇ પણ જગ્યાએ થતા હુમલાની નોંધ લઇને મદદ માટે આગળ આવે તે જરૂરી છે. લોકો નારાજગી પ્રગટ કરવા માટે આગળ આવે છે તેને ત્રાસવાદની હાર તો કહી શકાય છે પરંતુ ત્રાસવાદનો ખાતમો બાકી છે. આના માટે સમગ્ર માનવતા એક થાય તે જરૂરી છે.
ત્રાસવાદને જીવિત રાખનાર, તેમને મદદ કરનાર. તેમને આશ્રય આપનાર દેશોની સામે પણ પગલા લેવા પડશે. સ્લીપર સેલને નષ્ટ કરવાની દિશામાં પગલા લેવા પડશે. ત્રાસવાદને મદદ કરનાર કોઇ પણ વ્યક્તિ, સંગઠન અથવા તો દેશ કેમ ન રહે તેની સામે સંયુક્ત યુદ્ધ છેડી દેવાની જરૂર છે. જા આવુ કરવામાં નહી આવે તો કઠોર પ્રતિક્રિયા, થવા તો લશ્કરી કાર્યવાહીથી ત્રાસવાદીઓ થોડાક દિવસ તો શાંત રહી શકે છે પરંતુ ફરી કોઇને કોઇ જગ્યાએ હુમલો કરીને રક્તપાત સર્જી દેશે. ભારત, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન ત્રાસવાદીઓના હિટલિસ્ટમાં રહ્યા છે.
તેમને દુનિયાના અન્ય દેશોની સાથે મળીને પોતાની ગુપ્તચર વ્યવસ્થાને સુધારી દેવા, સુરક્ષા દળોને આધુનિક કરવા અને ત્રાસવાદી સંગઠન પર કાર્યવાહી ની યોજના બનાવવી પડશે. ત્રાસવાદ સામેની લડાઇમાં નાગરિકોની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. હવે જ્યારે ભારતીય સેના ફરી ત્રાસવાદીઓ સામે કાર્યવાહી હાથ ધરી ચુકી છે ત્યારે ત્રાસવાદનો ખાતમો થાય અને જમ્મુ કાશ્મીરમાં જનજીવન સામાન્ય બને તેમ લોકો ઇચ્છે છે. લોકો કાશ્મીરમાં કોઇ પણ ભય વગર ફરવા જઇ શકે તે પ્રકારનુ વાતાવરણ સર્જાય તે હવે જરૂરી છે. ભારત દ્વારા પોકમાં ત્રાસવાદી કેમ્પો પર હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ ત્રાસવાદ સામેની લડાઇ હવે નિર્ણાયક બની રહી છે. ભારતને તમામ દેશો સાથ આપી રહ્યા છે. અમેરિકાએ પણ પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા કહ્યુ છે.