અમદાવાદ:
મોદી જયાં પણ જાય છે ત્યાં જૂઠ્ઠુ બોલે છે
વડાપ્રધાન મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો નહી ગમતાં રાતોરાત અચાનક નોટબંધીની જાહેરાત કરી. ગુજરાતમાં એન્ટરપ્રિન્યોર સ્પીરીટવાળી પ્રજા અને વેપારી-દુકાનદારોની કરોડરજ્જુ તોડી નાંખી, લાખો લોકોને બેરોજગારી કરી નાંખ્યા. બેંકોમાંથી પૈસા કાઢવાની ભીડમાં અનિલ અંબાણી, નીરવ મોદી, મેહુલ ચોકસીને તમે જાયો? નહી..ને..કોઇ સામાન્ય માણસ ના દેખાયો ને. મોદીજીએ દરેકના ખાતામાં પંદર લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. તેઓ જયાં પણ જાય છે કોઇને કોઇ જૂઠ બોલે છે. ગબ્બરસિંહ ટેક્સ..મોદીજીએ ફરી એકવાર રાત્રે પાંચ અલગ અલગ ટેક્સ નાંખી દીધા અને આજ સુધી નાના વેપારીઓ,નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગકારો ભોગ બની રહ્યા છે. પરંતુ કોંગ્રેસની જેવી સરકાર બનશે જીએસટી રિફોર્મ કરાશે. એકદમ સરળ અને વ્યવહારૂ ટેક્સ પધ્ધતિ અમે આપીશું.
ચોકીદાર તો જનતામાં ચોર..છે..ના નારા લાગ્યા
પોતાના ભાષણ દરમ્યાન રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતી વખતે એક તબક્કે ચોકીદાર શબ્દ પર આવ્યા હતા અને મોદીએ યુવાનો, ખેડૂતોની વાત નથી સાંભળી. એક તબક્કે મોદી ચોકીદાર બનાઓ એમ કહેતા હતા. જેવું રાહુલ ગાંધી ચોકીદાર બોલ્યા કે, તરત જ વિશાળ જનમેદનીમાંથી ચોકીદાર ચોર છે. ચોકીદાર ચોર છે..ના નારા લાગવા માંડયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે તો, ચોકીદાર શબ્દ બોલો તો, સામેથી ચોર છે જવાબ મળે છે. તેમછતાં મોદી દેશભકિતનો દાવો કરે છે. આમ કહી રાહુલે વડાપ્રધાન મોદીને આડા હાથે લીધા હતા.
રાફેલ ડીલ મુદ્દે મોદીના ભ્રષ્ટાચારના આક્ષેપ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલ મુદ્દે મોદીના પર્સનલ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. રાહુલે જણાવ્યું કે, મોદી વાયુસેનાની પ્રશંસા કરે છે પરંતુ રાફેલ હવાઇ જહાજ ડીલ મુદ્દે મોદી દેશને એ નથી જણાવતાં કે, પાયલોટ અને વાયુસેનાના રૂ.૩૦ હજાર કરોડ ચોરી કરીને મોદીએ તે અનિલ ઁઅંબાણીના ખિસ્સામાં નાંખ્યા છે. યુપીએના કાર્યકાળ દરમ્યાન એન્ટોનીજી, ડો.મનમોહન સિંહે રૂ.૫૨૬ કરોડ એક રાફેલ હવાઇજહાજ માટે આપવાના નક્કી કર્યા હતા. દેશની જે સરકારી કંપનીએ ૭૦ વર્ષ સુધી વિમાન બનાવ્યા તે કંપનીને કોન્ટ્રાકટ આપવાનું નક્કી કર્યું હતુ. પરંતુ જે અનિલ અંબાણીએ હવાઇ જહાજ બનાવ્યા નથી, તે કાગળનું પણ વિમાન બની શકે તેવા નથી. તેને મોદી પીએમ બન્યા પછી ફ્રાંસ ગયા ત્યારે ડેલીગેશનમાં અનિલ અંબાણી પણ સાથે ગયા હતા. ખુદ ફ્રાન્સના પીએમએ કહ્યું કે, મોદીજીએ કીધુ તું કે, અનિલ અંબાણીને કોન્ટ્રાકટ આપવો પડશે અને અચાનક રૂ.૧૬૦૦ કરોડના ભાવે હવાઇ જહાજ ખરીદવાનો નિર્ણય લેવાયો.
રાફેલની તપાસ ના થાય તે માટે સીબીઆઇ ડિરેકટરને કાઢી મૂકયા
રાહુલે પ્રહાર કરતાં જણાવ્યું કે, રાફેલ ડીલ મામલે સીબીઆઇ ડાયરેકટર તપાસ કરવા માંગે છે પરંતુ મોદીજી તેને કાઢી મૂકે છે. સુપ્રીમકોર્ટ તેને ફરી મૂકે છે પરંતુ મોદી કમીટીના જારે કલાકોમાં બીજીવાર ડાયરેકટરને કાઢી મૂકે છે કારણ કે, તે રાફેલમાં ઇન્કવાયરી કરવા માંગે છે. ગુજરાતની જનતાને મોદીએ વાયદો કર્યો હતો કે, તે ભ્રષ્ટાચાર સામે લડશે પરંતુ શહીદોના ૩૦ હજાર કરોડ કેમ અનિલ અંબાણીને આપ્યા ? તેનો જવાબ માંગ્યો હતો. મસૂદ અઝહરને પાકિસ્તાન કોણે મોકલ્યો તે હું પૂછવા માંગું છું
રાહુલ ગાંધીએ પાકિસ્તાની આંતકવાદી મસૂઝ અઝહરને લઇ વડાપ્રધાન મોદીને સીધો સવાલ કર્યો હતો કે, મોદીએ એરફોર્સના ડોકયુમેન્ટેશનમાં સ્પષ્ટ લખ્યું છે કે, પુલવામાં જે હુમલો થયો તે આંતકવાદી મસૂદ અઝહરને હિન્દુસ્તાનની જેલમાંથી પાકિસ્તાન કોણે મોકલ્યો તે મોદીજીને હું પૂછવા માંગું છું. નેશનલ સીકયોરિટી એડવાઇઝર અજીત ડોભાલ મસૂદ સાથે વિમાનમાં કંદહાર સાથે ગયા હતા. દેશને સમજાવો કે, તેને સ્પેશ્યલ વિમાનમાં કેમ મોકલ્યો. દેશભકિતની વાત કરો છો તો દેશને સમજાવો કે, તમારી સરકારે મસૂદ અઝહરને તેમ છોડયો. મસૂદ અઝહરને કોંગ્રેસે પકડયો હતો અને જેલમાં નાંખ્યો હતો.
પાકિ.સામે લડાઇ ચાલુ હતી અને મોદીએ અદાણીને એરપોર્ટ આપી દીધા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિઓને લાભ કરાવવાની મોદી સરકારની નીતિને લઇ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, એકબાજુ, પાકિસ્તાન સાથે લડાઇ ચાલી રહી હતી, તે જ દિવસોમાં અદાણીને પાંચ એરપોર્ટ આપી દીધા હતા. તમારા છોકરાઓને શાળા-કોલેજમાં ભણવા, કેન્સર જેવી બિમારી માટે પૈસા નથી. તમે આ પંદર લોકોને પૈસા આપો બસ એક જ નીતિ છે પરંતુ અમારે આવુ હિન્દુસ્તાન નથી જાઇતું અને અમે આવુ હિન્દુસ્તાન નહી બનવા દઇએ. ઇંગ્લેન્ડની સરકારે ભારતને પત્ર લખ્યો પરંતુ ભારત સરકારે નીરવ મોદી મુદ્દે જવાબ નથી આપ્યો હતો. નીરવ મોદી, મેહુલ ચોક્સી, અનિલ અંબાણીને મોદીજી ભાઇ કહે છે કારણ કે, આ બધા લોકો તેમને પૈસા આપે છે અને મોદી તેમને આર્થિક લાભ કરાવે છે.
કાર્યકર્તાઓને બબ્બર શેર ગણાવી રાહુલે તેમનો જાશ વધાર્યો
પોતાના ભાષણના અંતમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના તમામ કાર્યકરોની કામગીરી અને ઉત્સાહને બિરદાવી તેમનો જાશ વધાર્યો હતો. રાહુલે જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણી વખતે ગુજરાતમાં દરેક જિલ્લા, પ્રદેશમાં કોંગ્રેસના કાર્યકરો લડયા. ભાજપવાળા બચીને નીકળ્યા ખબર નહી કેમ પરંતુ ગુજરાત જાણે છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ કામ કર્યું. આ વિચારધારાની લડાઇ છે. એકબાજુ નફરત અને હિંસાની રાજનીતિ છે તો બીજીબાજુ, મહાત્માગાંધીની પ્રેમ, ભાઇચારા અને શાંતિની રાજનીતિ છે. જેમાં જીત ગુજરાતની પ્રજાની અને કોંગ્રેસની થશે. રાહુલે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને જારદાર હાકલ કરતાં જણાવ્યું કે, ચૂંટણીમાં ગુજરાતના દરેક ઘરમાં જાઓ. જનતાને બતાવો કે, મોદી પાંચ વર્ષથી વાયદા કરે છે ૪૫ વર્ષમાં સૌથી મોટી બેરોજગારી, પંદર લાખના વાયદા પૂરા કર્યા નથી. કોંગ્રેસ જે કહે છે તે કરીને બતાવે છે. આ ચૂંટણીમાં સચ્ચાઇની જીત થશે, મોદી અને નફરતની હાર થશે. તેમણે કાર્યકર્તાઓનો આભાર માન્યો કે, કોંગ્રેસની વિચારધારા માટે તમે લડો છો. ગુજરાતની તમામ ૨૬ બેઠકો કોંગ્રેસને જીતાડીને આપવા તેમણે અનુરોધ કર્યો હતો.