અમદાવાદ : રેડ બુલ કેચ અપની નેશનલ ફાઇનલ્સની ગો કાર્ટ ટૂર્નામેન્ટ સ્મેશ સ્કાયકાર્ટીંગ જે મહિલાઓ માટેની અનેક રમતોમાંની એક અને લોકપ્રિય રમતો અને એન્ટરટેઇનમેન્ટ સેન્ટ્રલમાં ફેબ્રુઆરીમાં અનેક ક્વોલિફાયર્સે ભાગ લીધો હતો અને તેની ફાઇનલ આંતરરાષ્ટ્રીય મહિલા દિનના રોજ યોજાઇ હતી. જેમાં મુંબઇની જહાન્વી ભાવસાર ૩૫.૪૭૧ સેકંડ્ઝના શ્રેષ્ઠ લેપ ટાઇમ સાથે ટુર્નામેન્ટની વિજેતા તરીકે ઉભરી આવી હતી અને ગ્રાન્ડ પ્રિક્સ ફર્સ્ટહેન્ડનો અનુભવ લેવા માટે સિંગાપોરની ટીકીટ જીત લીધી હતી. ફોર્મ્યુલા રેસિંગના અનેક હાઇએસ્ટ ક્લાસમાંની એકમાં સ્પર્ધામાં ભાગ લેનાર ભારતની સૌથી નાની મહિલા ડ્રાઇવર મીરા એર્ડાની ભાગીદારી દ્વારા આ ટુર્નામેન્ટની અગત્યતામાં વધારો થયો હતો.
મીરા એર્ડાનો સમાવેશ કરતા પ્રત્યેક ગ્રુપ ક્વોલિફાયરે અંતમાં પ્રારંભ કર્યો હતો અને લાઇન પૂર્ણ ન થઇ ત્યા સુધી અનેક પાર્ટિિસપન્ટસને ઓવરટેક કરી હતી. જે પાર્ટિિસપન્ટ્ ફિનીશ લાઇન સુધી પહોંચી જાય તે વિજેતા જાહેર થનાર હતી. મુંબઇ અને દિલ્હી -ગુરુગ્રામ દરેકમાંથી ૧૦ મહિલાઓએ નેશનલ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જેને આગળ જતા રેડ બુલ એથલેટ મીરા એર્ડા સાથે ત્રણ જૂથમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. પ્રત્યેક જૂથમાંથી એક વિજેતા જહાન્વી ભાવસાર (મુંબઇ), શિવાની ગૌરવ (એનસીઆર) અને થરુભી વર્માએ મીરા એર્ડા સામે ફાઇનલ રેસમાં ભાગ લીધો હતો, જેમાં મીરા એર્ડા તેનાથી આગળ જવામાં સક્ષમ ન બનતા જહાન્વી ભાવસાર ફિનીશ લાઇન સુધી (૯ લેપ્સ) જવામાં સફળ બની હતી, અને તેને વિજેતા તરીકે જાહેર કરવામાં આવી હતી અને આમ તે નેશનલ ચેમ્પીયન બની હતી.
તેણે હવે ચાલુ વર્ષના અંતમાં યોજાનારી ફોર્મ્યુલા ૧ ગ્રાન્ડ પ્રિક્સમાં હાજરી આપવાની ભવ્ય તક જીતી લીધી છે. પાછલા વર્ષે અંજલિ એન્ટો પ્રથમ આવૃત્તિની વિજેતા તરીકે ઉભરી આવી હતી અને તેણે ફોર્મ્યુલા ૧ ગ્રાન્ડ પ્રિક્સ ફર્સ્ટહેન્ડનો અનુભવ કરવાની ટિકીટ જીતી લીધી હતી. કમનસીબે મોટા ભાગની રમતોમાં થાય છે તેમ ગો કાર્ટીંગ વધુમાં વધુ પુરુષોના વર્ચસ્વવાળી રમત હોવાનું જણાય છે. આમ છતાં, ઘણી પ્રેરણારૂપ મહિલા ડ્રાઇવર્સ છે. રેડ બુલ કેચ અપ ફરી એકવાર મહિલા અમેચ્યોર રેસર્સ અને રેસિંગ ઉત્સાહીઓને કાર્ટીગની પ્રો સાઇડને ટચ કરવા માટે તક પૂરી પાડવા અને સ્પર્ધાત્મક માગે છે. તેની કાર્ટીંગ ટૂર્નામેન્ટની ડિઝાઇન ભારતમાં સૌથી ઝડપી મહિલા એમેચ્યોર કાર્ટ રેસર શોધવાનો છે. રેડ બુલ એથલેટ મીરા એર્ડા ભારતની સૌપ્રથમ મહિલા ડ્રાઇવર છે, જેણે જેકે ટાયર-એફએમએસસીઆઇ નશનલ રેસિંગ ચેમ્પીયનશિપમાં યુરો જેકે સિરીઝના માટે સાઇનીંગ અપ કર્યા બાદ દેશમાં ફોર્મ્યુલા રેસિંગનો હાઇએસ્ટ ક્લાસિસમાંથી એકમાં સ્પર્ધા કરનાર ભારતની સૌપ્રથમ મહિલા ડ્રાઇવર હતી અને તે ભારતીય મહિલા ડ્રાઇવર્સમાંથી પસંદગી પામનાર એક હતી જેને ડબ્લ્યુ સિરીઝ ટ્રાયલ્સનું ઉદઘાટન પ્રસંગમાં હાજરી માટે પસંદ કરવામાં આવી હતી.
નેશનલ ફઇનાલ્સ ઓફ રેડ બુલ કેચ અપ કે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના રોજ યોજાઇ રહી હતી તેની અગત્યતા વિશે બોલતા સૌથી નાની ભારતીય મહિલા રેસર અને રેડ બુલ એથલેટ મીરા એર્ડાએ જણાવ્યું હતું કે, “આ સુંદર દિવસે નશનલ ફાઇનલ્સ ઓફ રેડ બુલ કેચ અપમાં હાજર રહેતા મને ઘણો આનંદ થયો છે. પોતાની રેસિંગ સ્કીલ્સનું નિદર્શન કરવા અને પરીક્ષણ કરવા માટે દરેક મહ¥વાકાંક્ષી રેસર્સ માટેનુ એક યોગ્ય પ્લેટફોર્મ છે. મને આ તક આપવા માટે હું રેડ બુલ અને સ્મેશની આભારી છું અને યુવતીઓને તકની જરૂર છે. હું દરેક મહિલાઓને હેપી વુમન ડેની શુભેચ્છા પાઠવું છું. આજનો દિવસ મારા માટે ખાસ રહેશે કેમ કે હું દેશની મહત્વકાંક્ષી મહિલાઓ સાથે ટ્રેક શેર કરું છું. રેડ બુલ કેચ અપ ૨૦૧૯ નેશનલ ચેમ્પીયન જહાન્વી ભાવસારે ટાઇટલની જીત પર જણાવ્યું હતું કે, મારા માટે આ સાકાર થયેલુ સ્વપ્ન છે અને મારા જીવનની અનેક ખાસ ક્ષણોમાંની એક છે. મને આ તક આપવા બદલ અને મારા આઇડોલ મીરા એર્ડા સામે રેસ કરવાની તક આપવા બદલ હું રેડ બુલનો આભાર માનુ છું. હું ગ્રાન્ડ પ્રિક્સનો અનુભવ કરવા માટે સિંગાપોરની મુલાકાત લેવાની રાહ જોઇ શકું તેમ નથી.