પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પેલેસ્ટાઇન, સંયુક્ત આબ અમીરાત અને ઓમાનની ચાર દિવસની યાત્રા પર બપોર બાદ જવા માટે રવાના થશે. આ યાત્રા દરમિયાન પીએમ મોદી કેટલાંક કાર્યક્રમોમાં ભાગ લેશે, ઉપરાંત પશ્ચિમ એશિયાના આ દેશોના નેતા સાથે પારસ્પરિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
પીએમ મોદીની પેલેસ્ટાઇનની મુલાકાત મહત્વપૂર્ણ રહેશે, કારણ કે હાલમાં જ ઇઝરાઇલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ ભારતની યાત્રા પર આવ્યા હતા. ભારતીય પ્રધાનમંત્રી પ્રથમવાર પેલેસ્ટાઇનની મુલાકાત લઇ રહ્યાં છે. છેલ્લા ત્રણ વર્ષોમાં ભારતે પેલેસ્ટાઇન માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને બન્ને દેશોએ સ્વાસ્થ્ય, આઇટી, ટૂરીઝમ, રમત-ગમત અને ખેતીના ઘણાં ક્ષેત્રોમાં મજબૂત રીતે કાર્ય કર્યું છે.
પ્રધાનમંત્રી ઓગસ્ટ ૨૦૧૫માં કરેલી યાત્રા બાદ બીજી વાર બે દિવસીય યૂએઇના પ્રવાસે જશે. અહિં મોદી દુબઇમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધિત કરશે. ૧૧ ફેબ્રુઆરીએ મોદી યૂએઇના શહીદ સૈનિકોના સ્મારકની મુલાકાત લેશે. તેઓ એક હિંદુ મંદિરનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ તેઓ ઓમાનના પોતાના પ્રથમ પ્રવાસે જશે. જ્યાં તેઓ મસ્કત ખાતે વિશાળ સ્ટેડિમમાં રાખેલ કાર્યક્રમને સંબંધિત કરશે.
આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી રક્ષા, વેપાર અ રોકાણના મુદ્દા પર વાતચીત કરશે.