લોકસભા ચૂંટણી માટે રણશિંગુ ફુંકાઇ ગયુ છે. સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ આને અમે ટીવી પર રવિવારના દિવસે નિહાળી ચુક્યા છીએ. હવે થોડાક દિવસ બાદ જ તમામ રાજકીય પક્ષો પોત પોતાના ઘોષણાપત્રને જાહેર કરવાની શરૂઆત કરનાર છે. ઘોષણાપત્ર તૈયાર કરવાની બાબત ખુબ મુશ્કેલ છે. એમાં પણ લોકો શુ ઇચ્છે છે તેના આધાર પર ઘોષણાપત્ર જાહેર કરવાની બાબત સૌથી ઉપયોગી સાબિત થનાર છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઘોષણાપત્ર જાહેર કરવાની કવાયત છેલ્લા કેટલાક સમયથી શરૂ કરેલી છે.
આ વખતે યોજાનાર ચૂંટણીમાં જે મુદ્દા છવાઇ જનાર છે તેમાં પુલવામા, હવાઇ હુમલા, ખેડુત, બેરોજગારી, શિક્ષણ અને ન્યાય જેવા મુદ્દાનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષ એકબીજાને પછડાટ આપવા માટે જુદા જુદા પાસા ફેંકનાર છે. સામાન્ય રીતે કહી શકાય છે કે આ વખતે ચૂંટણીમાં મુખ્ય મુદ્દો પાકિસ્તાન, પુલવામા અને હવાઇ હુમલા રહેનાર છે.આ બાબત બિલકુલ વાસ્તવિક છે કે દેશની પ્રજા પાકિસ્તાન સાથે આરપારની લડાઇ ઇચ્છે છે. દેશના લોકો આ વખતે ઇચ્છે છે ક દેશમાં આ વખતે એવી સરકાર બને જે વર્ષ ૨૦૨૪ની ચૂંટણી આવતા આવતા વિશ્વના નક્શા પરથી સમાપ્ત થઇ જાય. જા પાકિસ્તાન બચી પણ જાય તો તેના વિસ્તારને નહીંવત સમાન ગણવામાં આવે. આજે પણ નક્કરપણે કહી શકાય છે કે દેશની પ્રજા માટે આજે પણ રાષ્ટ્ર અને રાષ્ટ્રના હિત તેમજ સન્માન સર્વોપરિ છે. ભવિષ્યમાં પણ રહેશે. દેશની જનતા જાણવા માંગે છે કે કઇ પાર્ટી કોની તરફેણમાં છે.
કોની જીતની પાકિસ્તાનમાં ફટાકડા ફુટનાર છે અને કોની જીતથી પાકિસ્તાનમાં મોહરમના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. કઇ પાર્ટી પાકિસ્તાનના રામ નામ ત કરવા માંગે છે. સાથે સાથે કઇ પાર્ટી પાકિસ્તાનના હાથ મજબુત કરવા માંગે છે. કઇ પાર્ટી સેના અને સુરક્ષા દળ પર ગર્વ કરવા માંગે છે અને કઇ પાર્ટી ભારીય સેનાને બળત્કારીઓના સંગઠન તરીકે ગણે છે. કઇ પાર્ટી ચીનને ભારતના દુરગામી દુશ્મન તરીકે ગણે છે અને કઇ પાર્ટી ચીનને ભારત કરતા વધારે પસંદ છે. આ વખતે દેશની પ્રજા આ તમામ મુદ્દા પર ફેંસલો કરનાર છે. દેશમાં અન્ય એક મોટો મુદ્દો શિક્ષણ છ. અમે જાણીએ છીએ કે દુનિયાની ૨૦૦ ટોપ યુનિવર્સિટીમાં ભારતની કોઇ યુનિવર્સિટી નથી. જ્યારે સ્વતંત્રતાને ૭૦ વર્ષથી વધુનો ગાળો થઇ ગયો છે. જ્યારથી આર્થિક ઉદારીકરણની શરૂઆત થઇ ત્યારથી સરકારો શિક્ષણની તરફ ધ્યાન આપવાનુ બંધ કરી દીધુ છ. આજ પણ દેશની યુનિવર્સિટીઓ અને મહાયુનિવર્સિટીઓમાં અડધાથી વધારે જગ્યાઓ ખાલી રહેલી છ. પ્રાથમિક શિક્ષણનુ સ્તર એટલુ નીચ જતુ રહ્યુ છે કે હવે ગરીબથી ગરીબ પણ પોતાના બાળકને પ્રવેશ અપાવવા માટે તૈયાર નથી. દુરગામી વિસ્તારોમાં પણ ખાનગી સ્કુલો ખુલી ગયા છે. ઉદ્યોગપતિઓના સ્કુલમાં તમામ સુવિધા ઉપલબ્ધ થઇ રહી છ. જે વાસ્તવમાં લુંટ કરી રહ્યા છ. જમનો ઉદ્દેશ્ય માત્ર પૈસા કમાવવા માટેનો રહેલો છે. શિક્ષણના ફેલાવા માટે તેમના દુર દુર સુધી કોઇ લેવાદેવા નથી. સવાલ થાય છે કે અમીરોના બાળકો તો આ સ્કુલમાં શિક્ષણ મેળવી લેશે પરંતુ ગરીબ બાળકોને કોણ ભણાવશે. દેશની સામે અન્ય જે મુદો છે તે ખેતી છે.
ખેડુતોનો મુદ્દો પણ નિર્ણાયક બનનાર છે. આજે દેશની પ્રજા ઇચ્છે છે દેશની દરેક વ્યક્તિને તેમની યોગ્યતા મુજબ રોજગારી મળે. આજે પણ દેશના સારા અને કુશળ લોકો તો વિદેશ જતા રહે છે. કારણ કે દેશમાં તેની ઇચ્છાઓ પૂર્ણ થઇ શકતી નથી. આ દેશમાં સૌથી ખરાબ હાલત શિક્ષિત બેરોજગારોની છે. જેની તરફ ધ્યાન આપવાની જરૂર છે. પહેલા તો તેમને કામ મળી રહ્યુ નથી અને જા મળી રહ્યુ છે તો તેમની લાયકાત મુજબ પૈસા મળી રહ્યા નથી. નવીદિલ્હી,તા. ૧૦જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે આજે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું છે. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.
તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે.