ભોપાલ : દેશમાં સામાન્ય ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યકરો પણ ચૂંટણી મુડમાં આવી ગયા છે. સંઘના લોકો અને કાર્યકરો દેશમાં ૧૦૦ ટકા મતદાનની ખાતરી કરવા માટે લોકોના ઘરે ઘરે જવા માટેની તૈયારી કરી ચુક્યા છે. તેના કાર્યકરો આના માટે અભિયાન ચલાવનાર છે. સંઘ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રામ મંદિર બનીને રહેશે. સાથે સાથે મંદિર પણ એ જ જગ્યા બનશે જ્યાં તેના નિર્માણ માટે ફેંસલો કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં સંઘની ભૂમિકા અંગે સંઘના કાર્યવાહક જનરલ સેક્રેટરી ભૈય્યાજી જાશીએ કહ્યુ છે કે સંઘની ભૂમિકા બિલકુલ સ્પષ્ટ છે. અમે ૧૦૦ ટકા મતદાનની ખાતરી કરવા માટે ખાસ અભિયાન ચલાવવા માટેની તૈયારીમાં છીએ. અમારા સમાજે સમયની સાથે સાથે વધારે સ્પષ્ટ રીતે વિચારવાની શરૂઆત કરી છે.
દેશના લોકો સારી રીતે જાણી રહ્યા છે કે દેશના હિતમાં કોણ લોકો કામ કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે સંઘનુ માનવુ છે કે જે લોકો સત્તામાં છે તે રામ મંદિર નિર્માણની વિરોધમાં નથી. તેમની કટિબદ્ધતાને લઇને કોઇ શંકા કરી શકે તેમ નથી. માનવામાં આવે છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન સંઘના પ્રયાસના કારણે જ ભાજપને બહુમતિની નજીક પહોંચી જવામાં સફળતા મળી હતી. સંઘના લોકો ઘરે ઘરે જઇને મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. અમારા લોકો નાના ગ્રુપમાં જઇને પ્રચાર કરનાર છે. જાણકાર લોકો કહે છે કે સંઘ અને અન્ય હિન્દુ સંસ્થાઓ ભાજપ માટે પ્રચાર કરવા માટે તૈયારીમાં છે. જેનો લાભ ચોક્કસપણે મળી શકે છે.