એસ.એસ. રાજામૌલીની આગામી મેગા ફિલ્મ RRRને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફિલ્મમાં યુવા ટાઈગર એનટીઆર અને મેગા પાવરસ્ટાર રામ ચરણ અભિનીત RRRને લઈને થઈ ભારે ચર્ચામાં છે. જ્યારે આ ફિલ્મને બનવામાં હજુ થોડો સમય લાગી શકે છે. રાજામૌલીની ફિલ્મ RRR ૨૦૨૦માં રિલીઝ થશે. રાજામૌલી બાહુબલીના બન્ને ભાગને લઈને પ્રસિદ્ધ છે. રાજામૌલી તેમની ફિલ્મ પાછળ લાગતા સમય માટે પણ ઓળખવામાં આવે છે. રાજામૌલીએ બાહુબલી બનાવવા માટે ૫ વર્ષનો સમય લીધો હતો જ્યારે RRRના પ્રિ-પ્રોડક્શન માટે ૧ વર્ષનો સમય લીધો છે.
હાર્વર્ડ ઈન્ડિયન કોન્ફરન્સમાં રાજામૌલીએ કહ્યું હતું કે, RRR વધુ એક અને પેન ઈન્ડિયન ફિલ્મ છે જે દર્શકોનું મનોરંજન કરાવતા જોવા મળે છે. બાહુબલી ફ્રેન્ચાઈઝીની ભારે સફળતા માટે રાજામૌલી વધુ એક બહુભાષી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મના ડાયલોગ સાઈ માધવ બુર્રા અને મદન કાર્કી દ્વારા લખવામાં આવ્યા છે અને એડિટિંગ રાષ્ટ્રિય પુરસ્કાર વિજેતા શ્રીકર પ્રસાદ દ્વારા કરવામાં આવશે
એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ તેની બાહુબલીની જુની ટીમ સાથે કરી રહ્યા છે. આ ટીમમાં વિજયેન્દ્ર પ્રસાદ જેવા વ્યક્તિત્વનો સમાવેશ છે. ડી પાર્વતી દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ ડીવીવી એન્ટરટેનમેન્ટના બેનરમાં તૈયાર થઈ રહી છે જો કે આ ફિલ્મનો આનંદ માણવા દર્શકોને થોડી વધુ રાહ જોવી પડશે.