નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંક સાથે ૧૪ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર અને ત્યારબાદ દેશમાંથી ફરાર થઇ ગયેલા નીરવ મોદી ક્યા છે તેને લઇને તપાસ ચાલી રહી છે ત્યારે નીરવ લંડનમાં હોવાના હેવાલ મળ્યા છે. નીરવ હાલમાં લંડનમાં વેસ્ટ એન્ડમાં એક શાનદાર એપોર્ટમેન્ટમાં રહે છે. તે હાલમાં ત્યાં હિરાના નવા કારોબારની શરૂઆત પણ કરી ચુક્યો છે. લંડનમાં જાહેર માર્ગો પર નજરે પડેલા નીરવ મોદીની શોધ કરી લેવામાં આવી છે. લંડનમાં એક સ્થાનિક અખબારના પત્રકારે શોધી કાઢ્યા બાદ તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે.
પત્રકાર દ્વારા નીરવ મોદીને કેટલાક પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર દ્વારા જ્યારે કેટલાક પ્રશ્નો કર્યા હતા ત્યારે નીરવ મોદીઅ નો કોમેન્ટ કરીને જવાબ આપ્યો હતો. આપે જેમની પાસેથી પૈસા લીધા છે તે લોકો તેમને શોધી રહ્યા છે તેવા પ્રશ્નના જવાબમાં નીરવ મોદીએ સોરી નો કોમેન્ટ કહીને જવાબ આપ્યો હતો. લંડનમાં કેટલા દિવસ રહેશો તે અંગે પુછવામાં આવતા નીરવે કોઇ જવાબ આપ્યો ન હતો. નીરવ મોદીએ મોટા ભાગે કોઇ પ્રશ્નના જવાબ આપ્યા ન હતા. મિત્રો અને અન્યો અંગે કોઇ માહિતી ધરાવે છે કે કેમ તે અંગે પુછવામાં આવતા નીરવે કોઇ જવાબ આપ્યા ન હતા.
હજુ પણ હિરાના કારોબાર કરી રહ્યા છો કે કેમ તે અંગે પુછવામાં આવતા મૌન રહ્યા હતા. નીરવ મોદી ત્યારબાદ ટેક્સી લઇને નિકળી ગયા હતા. ઉલ્લેખનીય છે છે કે ભારતીય અધિકારીઓની અપીલ પર નીરવ મોદીની ધરપકડ માટે ગયા વર્ષે જુલાઇ મહિનામાં ઇન્ટરપોલે તેમની સામે રેડ કોર્નર નોટીસ જારી કરી હતી. જા કે હજુ સુધી કોઇ ધરપકડ કરવામાં આવી નથી. તમામ લોકો જાણે છે કે નીરવ મોદી તથા તેમના સંબંધી મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંક સાથે ૧૪ કરોડની ઠગાઇ કરી ચુક્યા છે. કોંભાડનો પર્દાફાશ કરવામાં આવે તે પહેલા નીરવ વિદેશ ફરાર થઇ ગયા હતા.