તરૂણાબેન પટેલ કે જેઓ મૂળ કરમસદ ગામના છે જેમનો જન્મ ઈસ્ટ આફ્રિકામાં થયો હતો. 60ના દાયકાની આ વાત છે જ્યારે તરુણાબેન 15 વર્ષની ઉંમરના હતા જેઓ લંડનની ફ્લાઈટમાં બેઠા હતા ત્યારે તેમને ત્યાં રહેલી એર હોસ્ટેસને જોઈ અને મનોમન નક્કી કર્યુ કે મારે પણ એર હોસ્ટેસ જ બનવું છે અને એ પણ ઈન્ટરનેશનલ એર હોસ્ટેસ બસ મનમાં આ ગાંઠ વાળી દીધી અને માત્ર 21 વર્ષની ઉંમરે જ એર હોસ્ટેસ બનીને બતાવી દીધું. તેઓ 1970ના સમયમાં અમેરીકાની ટ્રાન્સ વર્લ્ડ એરલાઈન્સમાં એર હોસ્ટેસ તરીકે જોડાયા. આ જગ્યા પર એર હોસ્ટેસ બનવું એ એક ગર્વની વાત હતી કેમ કે ટ્રાન્સ વર્લ્ડ એરલાઈન્સમાં ભાગ્યે જ કોઈક ને ચાન્સ મળતો. વિદેશમાં જન્મેલા અને ઈન્ટરનેશનલ એરલાઈન્સમાં એર હોસ્ટેસ બનનાર તેઓ પહેલા ઈન્ડિયન અને પહેલા ગુજરાતી હતા. અહીંથી જ તરુણાબેનની સફર શરૂ થાય છે. ગુજરાતી ઈન્ટરનેશનલ એર હોસ્ટેસથી લઈને એક સફળ બિઝનેસ વિમેન સુધીની. જેઓ 32 વર્ષે લગ્ન કરી ગુજરાત એટલે કે વિદ્યાનગર પરત ફરે છે અને તેમની બીજી ઈનિંગ એટલે કે બિઝનેસ વિમેન તરીકે સંભાળે છે.
આ અંગે માહિતી આપતા એલિકોન ગ્રુપ ઓફ કંપનીની એમટીસી એન્જિનિયરીંગ પ્રા.લી.ના સીઈઓ અને મધુભાન રીસોર્ટ એન્ડ સ્પાના સીઈઓ તરૂણાબેન પટેલે વધુમાં કહ્યું કે, મારા માટે અને એ સમયને જોતા ટ્રાન્સ વર્લ્ડ એરલાઈન્સની જોબ સૌથી શ્રેષ્ઠ ઓપોર્ચ્યુનિટી હતી. મારી આ જોબના કારણે ઘર પરીવાર અને સગા સબંધીઓ એ પણ કહેતા કે, એક પટેલની દિકરી અને કરમસદ ગામની છોકરી થઈ આ પ્રકારની જોબ કરે છે. પરંતુ મારા પ્રિન્સિપલ અને ધ્યેય નિશ્ચિત હતા. હું ત્યાં રહીને પણ એક ઈન્ડિયન જ હતી. પરંતુ મે તેમને આ જોબનો રીયલ અર્થ સમજાવ્યો એર હોસ્ટેસ મુસાફરો માટે સેફ્ટી પણ રાખે છે. તેઓ થોડા ઘણા અંશે આ વાતથી માની પણ ગયા. મારા માટે મુસાફરો માટે આ એક સેવાનું જ કામ હતું. જે મે 32 વર્ષ સુધી કર્યું. અંતે 1984ના સમયમાં જિંદગી બદલાઈ ગઈ.
તરૂણાબેન અમેરીકામાં હતા પરંતુ તેમનું મન તો ગુજરાતી જ હતું
તરૂણાબેને કહ્યુ કે, હું બે મહિનામાં અમેરીકાથી એકવાર મારા પરીવારને મળવા જરૂરથી આવતી હું વિદેશમાં ઉછરેલી અને ત્યાંજ મોટી થયેલી મે મારા કરીયરની શરૂઆત પણ ત્યાંજ કરેલી પરંતુ મારું મન તો ગુજરાતી જ હતું. જેથી મે ગુજરાતમાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. 32 વર્ષની ઉંમરે મે પ્રયાસવિન પટેલ સાથે લગ્ન કર્યા. પતિને બિઝનેસમાં સાથ આપવાનું નક્કી કર્યું અને મે મારા કરીયરની બીજી ઈનિંગ શરૂ કરી.
અમારી જ કંપનીના નિયમો, પોલિસીને એક સરખા બનાવ્યા તો બિઝનેસમાં માઈલસ્ટોન સાબિત થયું. મે પતિ પ્રયાસવીન પટેલ સાથે બિઝનેસમાં ઝંપલાવ્યું. ત્યારે મે જોયુ કે, એલીકોન કંપનીના માલિક એક હોવ છતાંય કંપનીની અલગ અલગ પોલિસી હતી જેથી એ દરમિયાન મે મારા પતિ સાથે વાત કરી તમામ કંપનીના વિભાગને, તેની પોલિસી અને નિયમોને એક તાંતણે જોડવાનું નક્કી કર્યું. આ તમામ બાબતો એક સાથે જોડાતા ટીમવર્કથી કામ થવા લાગ્યું. જે અમારી કંપની માટે ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટો બદલાવ હતો. જેના કારણે અમારી બધી જ કંપની એક જ પ્લેટફોર્મ પર આવી. જે આગળ જતા માઈલસ્ટોન સાબિત થયો.
મારા પિતા અને પરીવાર પાસેથી સક્સેનો મંત્ર મળ્યો
મારા પિતા છોટુભાઈ પટેલ અને મારા માતા શ્રી જશુબેન પટેલ કે જેમને મને પગભર થતા શિખવ્યું. મારા પિતા કહેતા કે, ત્યારે જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણ તેનો દરેક ખર્ચ હું જ આપીશ. પરંતુ એક વાત યાદ રાખજે જે દિવસથી તે તારું ભણવાનું પુરુ કર્યું અને જોબ કરતી થઈ એ પછી હું તને ખર્ચ માટે પૈસા નહીં આપું. મારા માટા મારા પિતાએ કહેલી વાત મને જીવનમાં કંઈક કરવા માટેની પ્રેરણા આપતી. જેથી મે પણ તેમની આ ચેલેન્જને એક્સેપ્ટ કરી. તેમને વિશ્વાસ હાતે કે, એક દિવસ તેમને મને આપેલા જીવનના આ પથ પર હું જરૂરથી સફળ બનીશ. મે પણ એ કરી બતાવ્યું. મે જ્યારે લગ્ન કર્યા ત્યારે તેનો તમામ ખર્ચ જોત જ ઉપાડ્યો હતો. મારા પિતા અને પરીવાર આ વાતથી ગદગદ થઈ ગયા હતા. આજે મારા માતા પિતા વડિલોના આશિર્વાદ ઉપરાંત મારા પતિ પ્રયાસવીન પટેલ તેમજ દિકરી આંકાક્ષા અને ઐશ્વર્યા મારી તાકાત છે.
લોકોની વાત ખોટી પાડી મધુભાન રીસોર્ટને વિશ્વ લેવલે જાણીતો કર્યો
વિદ્યાનગર જેવા વિસ્તારમાં જ્યારે મધુભાન રીસોર્ટ બનાવવાની વાત હતી ત્યારે લોકો એવું કહેતા કે, અહીં રીસોર્ટ કેવો ચાલશે? ચાલશે કે નહીં? આ પ્રકારની વાતો થતી તેમને ફરી એકવાર આ કોલને પર્સનલી લીધો અને મધુભાનને આજે ના કે ગુજરાત કે ભારત જ પરંતુ વિશ્વ કક્ષાએ જાણીતો કર્યો. જ્યાં ગ્રામીણ સંસ્કૃતિનો અહેસાસ કરાવતું નેચરલ એન્વાયરમેન્ટ હોવાથી દેશ અને વિદેશથી લોકો આવે છે. આજે આ રીસોર્ટ 300 જેટલા લોકોનો સ્ટાફ કામ કરી રહ્યો છે. જેના મેનુમાં તેમને લોકોની પસંદ અને તેમના અનુભવના આધારે મેનું તૈયાર કરાવડાવ્યું છે. તરુણાબેન કહે છે કે, ક્યારેક મને જો જમવાનું બનાવવાની ઈચ્છા થાય તો હું મારી જાતે જ લોકોને બનાવીને જમાડુ છું. મધુભાન એ મારા માટે સૌથી મહત્વની જગ્યા છે.
વિમેન ડે પર તેમને કહ્યુ કે, મહિલાઓ ઈન્ડિપેન્ડેન્ટ બની સફળ થાઓ
તરૂણાબેને કહ્યુ કે, હું મારી જાતને પહેલાથી જ ઈન્ડિપેન્ડેન્ટ માનુ છું. આજે પણ મે મારા એર હોસ્ટેસના સપનાની જેમ બિઝનેસને પણ કમિટમેન્ટ સાથે આગળ વધાવ્યો છે. જેટલી પણ મહિલા છે કે જેઓ સફળ થવા માગે છે તેમને દરેકે મક્કમ મનોબળ અને એક ઈરાદાથી આગળ આવવું જોઈએ. તેના માટે તમારે આત્મબળ સાથે જાતે જ ઉભુ થવું પડશે રસ્તાઓ આપો આપ નિકળી જશે