નવી દિલ્હી : દશકોથી અટવાયેલા અયોધ્યા જમીન વિવાદ કેસને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીનો આજે આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે આના માટે ત્રણ સભ્યોની પેનલની રચના પણ કરવામાં આવી છે. આ પેનલની રચના કરવામાં આવ્યા બાદ હવે સમગ્ર પ્રક્રિયાને ઝડપથી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. જા કે વિવાદનો ઉકેલ આવવામાં હજુ ખુબ સમય લાગી શકે છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યુ હતુ કે કોર્ટની બાજ નજર હેઠળ મધ્યસ્થીની કાર્યવાહી બિલકુલ ગુપ્ત રાખવામાં આવશે. મિડિયાને મંજુરી આપવામાં આવશે નહીં.સુપ્રીમ કોર્ટના ચુકાદાની સાથે સાથે નીચે મુજબ છે
- દશકોથી અટવાયેલા અયોધ્યા જમીન વિવાદ કેસને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીનો આજે આદેશ
- આ પેનલની રચના કરવામાં આવ્યા બાદ હવે સમગ્ર પ્રક્રિયાને ઝડપથી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
- ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યુ હતુ કે કોર્ટની બાજ નજર હેઠળ મધ્યસ્થીની કાર્યવાહી બિલકુલ ગુપ્ત રાખવામાં આવશે.
- મધ્યસ્થીની પ્રક્રિયા ઓન કેમેરા આયોજિત કરવામાં આવે તે જરૂરી છે.
- મધ્યસ્થતાની પ્રક્રિયા ફૈજાબાદમાં હાથ ધરવામાં આવનાર છે. આનુ નેતૃત્વ જસ્ટીસ (નિવૃત) એફએમ કલીફુલ્લાહ કરનાર છે. જેમાં શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ પણ સામેલ કરવામાં આવ્યા છે.
- મિડિયામાં મધ્યસ્થીની પ્રક્રિયાના રિપો‹ટગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મધ્યસ્થીના અગાઉ ચાર પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે. જે તમામ ફ્લોપ રહ્યા છે. સૌથી પ્રથમ વખત પ્રયાસ વર્ષ ૧૯૯૦માં કરવામાં આવ્યો હતો.
- બીજા વાતચીતનો પ્રયાસ વર્ષ ૨૦૦૩માં કરવામાં આવ્યો હતો. એ વખતે પણ મંત્રણા ફ્લોપ રહી હતી
- આઠ સપ્તાહમાં મધ્યસ્થીની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે આદેશ