મુંબઇ: રણબીર કપુર અને દિપિકા ફરી એકવાર એક સાથે નજરે પડનાર છે. આ જોડીને સાથે જોવા માટે ઇચ્છુક ચાહકો માટે સારા સમાચાર છે. જો કે આ વખતે બંનેની જાડી કોઇ ફિલ્મમાં નહીં બલ્કે જાહેરાતમાં સાથે કામ કરનાર છે. રણબીર અને દિપિકાના કેટલાક ફોટો પણ જારી કરવામાં આવ્યા છે. જેમાં રણબીર અને દિપિકા એક સોફા પર બેઠેલા નજરે પડે છે. જેમાં બંનેની જોરદાર કેમિસ્ટ્રી સ્પષ્ટ પણે જોઇ શકાય છે. આ ફોટો સોશિયલ મિડિયા પર પણ વાયરલ થયા બાદ તેની ચર્ચા છે.
ફોટોમાં દિપિકા અને રણબીર સોફા પર બેઠેલા નજરે પડે છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો કહી શકાય છે કે બંને સાથે એક પેઇન્ટની જાહેરાતમાં કામ કરનાર છે. જેમાં દિપિકા રણબીર કપુરને બેક્ટિરિયા પણ કહેતી નજરે પડે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે દિપિકા અને રણબીર કપુર રિયલ લાઇફમાં કપલ રહી ચુક્યા છે. અલબત્ત આ પ્રથમ વખત બની રહ્યુ છે જ્યારે બ્રેક અપ થયા બાદ બંને સાથે નજરે પડી રહ્યા છે. આ પહેલા તેઓ તમાશા અને યે જવાની હે દિવાની નામની ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો દિપિકા મેઘના ગુલજારની ફિલ્મ છપાકમાં કામ કરી રહી છે.
જ્યારે રણબીર કપુર પહેલા આલિયા ભટ્ટ અને મૌની રોય સાથે બ્રહ્યાસ્ત્ર નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છ. આ ઉપરાંત તે શમશેરા નામની એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે.જેમાં તેની સાથે વાણી કપુરને લેવામાં આવી છે. રણબીર કપુર બોલિવુડમાં હાલમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક છે. તેની સંજુ નામની ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ચુકી છે. તેની પાસે સૌથી વધારે ફિલ્મોની ઓફર આવી રહી છે. જ્યારે દિપિકા રણવીર સિંહ સાથે લગ્ન કરી ચુકી છે.