નવી દિલ્હી : વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં મુકેશ અંબાણી ૧૩માં ક્રમાકે છે પરંતુ ભારતમાં મુકેશ અંબાણી સંપત્તિની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન પર અકબંધ રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી મુકેશ અંબાણી અબજોપતિની યાદીમાં ભારતમાં પ્રથમ સ્થાને રહ્યા છે. મુકેશ અંબાણીની સંપત્તિ ૪૦.૧ વધને ૫૦ અબજ ડોલર થઇ ગઇ છે. ગયા વર્ષે તેઓ વૈશ્વિક યાદીમાં ૧૯માં સ્થાને હતા. આ વર્ષે છ સ્થાન જંપ લગાવીને ૧૩માં સ્તાને પહોંચ્યા છે. ભારતમાં અબજોપતિની યાદીમાં મુકેશ અંબાણી પ્રથમ સ્થાને છે ત્યારબાદ ભારતના ૧૦૬ અબજોપતિમાં વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી ૨૨.૬ અબજ ડોલરની સંપત્તિ સાથે વૈશ્વિક યાદીમાં ૩૬માં સ્થાને છે જ્યારે એચસીએલના સહસ્થાપક શિવ નાદર વૈસ્વિક યાદીમાં ૮૨માં અને આર્સેલર મિત્તલના ચેરમેન અને સીઈઓ લક્ષ્મી મિત્તલ ૫૧માં સ્થાને છે. આ તમામ લોકો ટોચના ૧૦૦ અબજાપતિમાં સામેલ રહ્યા છે.
ભારતના આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલા યાદીમાં ૧૨૨માં સ્થાને છે જ્યારે અદાણી ગ્રુપના અધ્યક્ષ ગોત્તમ અદાણી ૧૬૭માં, ભારતી એરટેલના પ્રમુખ સુનિલ મિત્તલ ૨૪૪માં, પતાંજલિના સહસ્થાપક આચાર્ય બાલકૃષ્ણ ૩૬૫માં, પિરામલ એન્ટરપ્રાઇઝના અજય પિરામલ ૪૩૬માં, બાયોકોનના સ્થાપક કિરણ મજુમદાર ૬૧૭માં, ઇન્ફોસીસના સહસ્થાપિક નારાયણ મૂર્તિ ૯૬૨માં અને આરકોમના ચેરમેન અનિલ અંબાણી ૧૩૪૯માં સ્થાને છે. ફોર્બ્સની યાદીમાં આ વર્ષે ભારતીયો પણ મોટી સંખ્યાં સામેલ રહ્યા છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં અવિરતપણે વધારો થઇ રહ્યો છે.
જાણકાર લોકોનું કહેવું છે કે, આવનાર વર્ષોમાં મુકેશ અંબાણી ટોપ ત્રણની યાદીમાં સામેલ થઇ શકે છે. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પણ તેઓ પ્રથમ સ્થાન ઉપર પહોંચી શકે છે. તેમની સંપત્તિ ખુબ ઝડપથી વધી રહી છે. મુકેશ અંબાણીની દરેક કંપનીઓ ઉલ્લેખનીય લાભ મેળવી રહી છે.