અમદાવાદ : આજના સમયમાં એનર્જી સેવિંગ્સના કારણે લોકોમાં ઇન્વર્ટર એસીની ડિમાન્ડ વધી રહી છે, જેના કારણે આવનારા વર્ષોમાં ઇન્વર્ટર એસીની માંગ વધશે તે નક્કી છે. અગ્રણી વૈવિધ્યકૃત ટેકનોલોજી ધરાવતી પેનાસોનિક દ્વારા પણ ૨૦૨૧ સુધીમાં ઇન્વર્ટર એસી પરત્વે મુખ્ય ફોક્સ કરી ૯૦ ટકા સુધી ઇન્વર્ટર એસી લોન્ચ કરવાની દિશામાં સક્રિય વિચારણા હાથ ધરી છે. અગ્રણી વૈવિધ્યકૃત્ત ટેકનોલોજી ધરાવતી કંપની પેનાસોનિકે આજે ટોટલ સોલ્યુશનની નવી રેન્જના એર કન્ડીશનર્સ એડવાન્સ સિરીઝ અને આર્ક સિરીઝને બજારમાં મુકવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પેનાસોનિક ઇન્ડિયાના એર કન્ડીશર્સ ગ્રુપના બિઝનેસ વડા શ્રી ગૌરવ સાહે જણાવ્યું હતું કે, પેનાસોનિક દ્વારા લોન્ચ કરાયેલ એડવાન્સ સીરીઝ નેનો ટેકનોલોજીથી સજ્જ છે. જે બેકટેરિયા, વાઇરસ ફ્રી કરી એકદમ શુધ્ધ અને આરોગ્યપ્રદ હવા આપે છે, જે સૌથી નોંધનીય વિશેષતા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, નવી સિરીઝમાં જાપાનીઝ વિચારધારા (કઇ) (કેન)(બી)(શીન) વ્યક્ત કરતી લાક્ષણિકતાઓ ધરાવે છે જેનો અર્થ થાય છે કમ્ફર્ટ, હેલ્થ, બ્યૂટી અને ડયુરેબિલિટી. એડવાન્સ્ડ ટેકનોલોજી સજ્જ નવુ મોડેલ કુદરતી રીતે ચડીયાતુ કૂલીંગ પૂરું પાડે છે ટ્ઠઅને ક્વોલિટી એર, ઉર્જા બચત, ટકાઉપણુ અને પ્રિમીયમ ડિઝાઇનને લતા અસાધારણ ફાયદાઓ સાથે આવે છે જે વિસ્તરિત એકંદર પરફોર્મન્સ પૂરું પાડે છે. નવી સીરીઝ રૂ. ૩૯,૯૦૦થી રૂ. ૫૩,૯૯૦ની રેન્જમાં ૩ સ્ટાર અને ૫ સ્ટાર કેટેગરી સાથે ૧,૧.૨, ૧.૫ અને ૨ ટન મોડેલમાં ઉપલબ્ધ છે. પેનાસોનિક ઇન્ડિયાના એર કન્ડીશન ગ્રુપના બિઝનસ હેડ શ્રી ગૌરવ સાહે વધુમાં ઉમેર્યું કે, આ નવા લોન્ચ સાથે કંપની આગામી વર્ષે ગુજરાતમાં ૧૭ ટકા વૃદ્ધિનો લક્ષ્યાંક બનાવશે.
નવા એર કન્ડીશનર્સની સીરીઝ જાપાનીઝ ટેકનોલોજી મારફતે કરવામાં આવી છે જેથી ટ્વીન કૂલ ઇન્વર્ટર, એરોવિંગ્સ, ૪-વિંગ્સ, ૪-વે એરફ્લો સાથે ચડીયાતી સાનુકૂળતા ઝડપી અને ઉર્જા-કાર્યક્ષમ કૂલીંગ સાથે પૂરી પાડી શકાય. તેમાં વધુ સારા આરોગ્યની ખાતરી આપતી ચોખ્ખી હવા માટે નેનોન ટેકનોલોજી અને એજી ક્લિન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ રેન્જ ઇકો-ટફ અને કાટમુક્ત પાટ્ર્સ અને એડવાન્સ્ડ ડિઝાઇન સાથે ન્યૂનતમ અને આધુનિક કલાનો સમાવેશ કરે છે, જેથી તમારા ઇન્ટેરિયરમાં વધારો કરી શકાય. પેનાસોનિક વૈશ્વિક સ્તરે ૧૦૦ વર્ષોનો વારસો ધરાવે છે અને એર કન્ડીશનર ઉત્પાદનમાં કુશળતા ધરાવે છે અને ૬૦ વર્ષનો સમૃદ્ધ ઉત્પાદન ઇતિહાસ ધરાવે છે. અમે નવા એસી સિરીઝના લોન્ચ સાથે, અમારી યોજના આગામી ત્રણ વર્ષમાં ગુજરાતમાં અમારો બજાર હિસ્સો ૧૫ ટકા વધારવાનો છે. પેનાસોનિક એર કન્ડીશનર્સ છેલ્લા ૧૦ વર્ષથી જાપાનમાં નંબર ૧નું સ્થાન ધરાવે છે. નવી એડવાન્સ સિરીઝમાં એરોવિંગ્સનો સમાવેશ થાય છે જે તેના વાઇડર એરફ્લો માટે ૪ વે સ્વિંગ્સ સાથે તેની ઇન્ડોરડ ડિઝાઇન સાથે વિસ્તરિત કૂલીંગ પૂરુ પાડે છે. નિર્ધાિરત કરેલા તાપમાન સુધી પહોંચી ગયા બાદ એરોસ્વિંગ્સ ટ્વીન બ્લેડ્ઝ હવાને છત તરફ મોકલે છે જેથી શાવર કૂલીંગ ઇફેક્ટનું સર્જન કરી શકાય.
તેનાથી રુમમાં સમતોલ પણે ઠંડી હવા જળવાઇ રહે છે અને આરામદાયક અને આરોગ્યપ્રદ પર્યાવરણ પૂરુ પાડે છે; માથાનો કે શરીરનો દુઃખાવો, સતત સીધી ઠંડકને કારણે નાક બંધ થઇ જવું તથા થાક લાગવા જેવા લક્ષણોને રોકે છે. આર્ક સિરીઝ અત્યંત ભયંકર ઉનાળાના દિવસોમાં તમારા પાવરફુલ મોડ સાથે ત્વરીત ઠંડક કરે છે. તમારા આરોગ્યને અગ્રિમતા એડવાન્સ સિરીઝ નેનોન ટેકનોલોજીથી સજ્જ છે જે નાના કદના ઇલેક્ટ્રોસ્ટેટિક એટોમાઇઝ્ડ વોટર પાર્ટિકલ્સનો અંદર રહેલા બેક્ટેરીયા અને વાયરસની વૃદ્ધિને રોકવા માટે ઉપયોગ કરે છે, જ્યારે એર કન્ડીશનરનું કૂલીંગ ફંકશન બંધ હોય ત્યારે રુમમાં હવાને શુદ્ધ બનાવવા માટે ઁપીએમ૨.૫ના ૯૯ ટકા સુધી કરે છે. ત્રણ સ્તરીય શુદ્ધિકરણની સિસ્ટમ શુદ્ધ અને આરોગ્યપ્રદ હવાની ખાતરી આપે છે. અમે ઇન્વર્ટર કોમ્પ્રેસરમાં દસ વર્ષની વોરંટી અને ઇકો ટફ આઉટોર કેસીંગ માટે પાંચ વર્ષની વોરંટી આપી છે, તો સાથે સાથે ગ્રાહકો માટે આકર્ષક ઓફરો પણ ઉપલબ્ધ બનાવી છે એમ ગૌરવ સાહે અંતમાં ઉમેર્યું હતું.