શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા બાદ ભારત દ્વારા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમા ત્રાસવાદી અડ્ડાઓને હવાઇ હુમલા કરીને ફુંકી મારવામાં આવ્યા બાદ પાકિસ્તાનની નાપાક હરકત સરહદ પર જારી રહી છે. ગોળીબારની સાથે સાથે નીચે મુજબ છે
- અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા અવિરત ગોળીબાર
- સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ
- અખનુર અને પુચ સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવ્યા બાદ તંગદીલી
- વર્ષ ૨૦૧૮માં અંકુશ રેખા પર યુદ્ધવિરામના ભંગના ૧૫૯૯ કેસો નોંધાયા હતા. જેમાં ૨૦ જવાનો શહીદ થયા હતા.
- પુચ સેક્ટરમાં પણ પાકિસ્તાની સેનાએ કોઇ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. અખનુરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે જવાનો ઘાયલ થયા હતા
- વર્ષ ૨૦૧૯માં પાકિસ્તાન દ્વારા હજુ સુધી ૫૫થી વધારે વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે