નવીદિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસી ગયા બાદ બંધ રાખવામાં આવેલી સમજોતા એક્સપ્રેસની સેવા હવે ફરી શરૂ કરવામાં આવી ચુકી છે. સમજોતા એક્સપ્રેસ રવિવારના દિવસે નવી દિલ્હીથી પાકિસ્તાન જવા રવાના થશે. બંને દેશો આ સેવાને શરૂ કરવા સહમત થયા બાદ આ સેવા શરૂ કરવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનને છોડી મુકવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ આ સેવા શરૂ કરવામાં આવી છે.
અધિકારીએ કહ્યું છે કે ભારતમાંથી પ્રથમ ટ્રેન આવતીકાલે ત્રીજી માર્ચના દિવસે રવાના કરવામાં આવશે. પાકિસ્તાને ભારતીય હવાઈ દળ દ્વારા હવાઈ હુમલા કરવાં આવ્યા બાદ તેની સેવા બંધ કરી દીધી હતી. ભારતે ૨૮મી ફેબ્રુઆરીના દિવસે સમજાતા એક્સપ્રેસનના ઓપરેશનને બંધ કરવાની જાહેરાત કરી હતી. રેલવે બોર્ડે કહ્યું છે કે અટારી સ્પેશિયલ એક્સપ્રેસના તમામ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે ઓપરેશન કારણોસર ટ્રેનને થોડાક સમય માટે બંધ રાખવામાં આવી હતી.
સર્વિસ ફરી શરૂ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનને પણ આ અંગે જાણ કરવામાં આવી ચુકી છે. આ ટ્રેન સેવા સિમલા સમજૂતિ હેઠળ ૨૨મી જુલાઈ ૧૯૭૬ના દિવસે શરૂ કરવાં આવી હતી. બંને દેશો વચ્ચે ૧૯૭૧ના યુદ્ધ બાદ આ ટ્રેન સેવા શરૂ થઈ હત. લાહોરથી આ ટ્રેન સોમવાર અને ગુરૂવારે તથા નવી દિલ્હીથી આ ટ્રેન દર બુધવારે અને રવિવારે ચાલે છે.