નવીદિલ્હી : લેહમન બ્રધર્સ દ્વારા દેવાળુ ફુંકવામાં આવ્યા બાદ હવે વૈશ્વિક આર્થિક મંદીના ૧૦ વર્ષ બાદ ફરી એકવાર આર્થિક સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. દુનિયામાં ફરી એકવાર આર્થિક સંકટ આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હાલમાં ચોક્કસપણે કોઇપણ આર્થિક નિષ્ણાત આ બાબત કહેવાની સ્થિતિમાં નથી પરંતુ કેટલાક એવા સંકેત મળી રહ્યા છે જેનાથી અર્થશાસ્ત્રીઓ પરેશાન દેખાઈ રહ્યા છે. ૨૦૦૮ના આર્થિક સંકટથી નિકળવા માટે દુનિયાભરની કેન્દ્રીય બેંકો હાલમાં મોટા પાયે નોટ પ્રકાશિત કરી રહી છે. આમાથી મોટાભાગના નાણાંકીય બજારમાં સ્થિતિ સુધારવાના પ્રયાસ થઇ રહ્યા છે. આશરે ૨૯૦ ટ્રિલિયન ડોલર અથવા તો આશરે ૨૦૯૪૨૩૫૦ લાખ કરોડ રૂપિયા નાણાંકીય બજાર અથવા તો શેરબજાર, બોન્ડ અને નાણાંકીય સંપત્તિમાં આવી ગયા છે.
આ ઉપરાંત કેન્દ્રીય બેંકોએ વ્યાજદરને ઓછી રાખી છે. મૂડીરોકાણકારો હાઈરિટર્ન મેળવવા માટે ખરાબ ગુણવત્તાને રોકાણ આપી ચુક્યા છે. આ પણ એક મોટા જાખમ તરીકે છે. ઉભરી રહેલા બજાર અમેરિકી ડોલરને અપનાવવા માટે મજબૂર દેખાઈ રહ્યા છે. આજ કારણસર આ કરન્સીને અપનાવવા વિશ્વના દેશો આગળ આવી રહ્યા છે. આની અસર એ થઇ છે કે, દુનિયાના મોટાભાગના બજારો અમેરિકી ડોલર ઉપર આધારને વધારી રહ્યા છે. રોકાણકારો ટુંકાગાળામાં વધુ નાણાં રોકી રહ્યા છે. ઉભરતા બજારમાં દેવાનું પ્રમાણ વધી ગયું છે. ૨૦૦૮ના વૈશ્વિક આર્થિક સંકટ બાદથી ઉભરી રહેલી અર્થવ્યવસ્થામાં બહારનું દેવું ૪૦ ટ્રિલિયન ડોલર થઇ ગયું હતું. જાણકાર લોકોનું કહેવું છે કે, નવા આર્થિક સંકટના સંકટ દેખાઈ રહ્યા છે. સારા દેખાવની અપેક્ષા ઓછી દેખાઈ રહી છે.