શ્રીનગર : ત્રાસવાદ સામે ભારતે બહુપાખિય જંગ જારી રાખ્યો છે. ત્રાસવાદની સામે માત્ર પાકિસ્તાનમાં ઘુસીને કાર્યવાહી કરી નથી બલ્કે દેશમાં પણ ત્રાસવાદને પ્રોત્સાહન આપી રહેલા સંગઠનો સામે કાર્યવાહી જારી રાખી છે. સંગઠનો પર સકંજા મજબુત કરી દીધો છે. જમ્મુ કાશ્મીરમાં કટ્ટરપંથી સંગઠન જમાત એ ઇસ્લામી સામે સરકારે મોટા પગલા લીધા છે. ગુરૂવારના દિવસે કાશ્મીર ખીણમાં આ સંગઠન પર પ્રતિબંધ મુક્યા બાદ વધુ કાર્યવાહી જારી છે. આ સંગઠનની સામે શુક્રવાર બાદ આજે શનિવારના દિવસે પણ જોરદાર કાર્યવાહી જારી છે. તેમના તમામ મોટા નેતાઓને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે.
તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે એકલા શ્રીનગરામં સંગઠનની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ૭૦ બેંક ખાતાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. શ્રીનગર બાદ કિસ્તવાડમાં પણ જમાતે ઇસ્લામીના મોટા લીડરોને પકડી પાડવામાં આવ્યા છે. દરોડા પાડીને ૫૨ કરોડ રૂપિયા સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. ગુરૂવારના દિવસે કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા આદેશ જારી કરીને જમાતે ઇસ્લામી પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ જારી કર્યો હતો. જમાતે એવી ગતિવિધીમાં સામેલ છે જે આંતરિક સુરક્ષા અને લોક વ્યવસ્થા માટે ખતરનાક છે. આવી સ્થિતીમાં કેન્દ્ર સરકાર આવા સંગઠન પર પ્રતિબંધ મુકી રહી છે. જમાતે ઇસ્લામીના ટોપ લીડરોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે.
અધિકારીઓએ કહ્યુ છે કે ૪૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પર નજર રાખવામાં આવી રહી છે. શુક્રવારના દિવેસ ૩૫૦થી વધારે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આજે વધુ કેટલાકની ધરપકડ કરવામાં આવી છે. સંગઠન ખીણમાં ૪૦૦ સ્કુલ, ૩૫૦ મસ્જિદો અને ૧૦૦૦ સેમિનરી ચલાવે છે. આ સંગઠનની પાસે ૪૫૦૦ કરોડની સંપત્તિ છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. તે યોગ્ય રકમ છે કે કેમ તેમાં તપાસ કરવામાં આવી રહી છે. સાઉદી સહિત અનેક દેશોમાં તેના પર પ્રતિબંધ છે.