હોમ એપ્લાયંસીસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સમાં વૈશ્વિક અગ્રણી અને સતત ૧૦ વર્ષ સુધી મોટા એપ્લાયંસીસમાં પ્રથમ ક્રમાકની બ્રાન્ડ એવી હાયર ડાયરેક્ટ કૂલ રેફ્રીજરેટર્સની નવી વીસીએમ ફિનીશ રેન્જ રજૂ કરીને પોતાના કલાત્મક પોર્ટફોલિયોમાં વધારો કર્યો છે.
હાયર એપ્લાયંસીસ ઇન્ડિયાના પ્રેસિડન્ટ શ્રી એરિક બ્રેગાન્ઝાએ પોતાની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, “હાયર ભારતીય ઉપભોક્તાઓ માટે સક્રિયપણે ઉકેલોના સર્જન માટે પ્રયત્નો કરવા સમર્પિત છે. અમારી નવી રેન્જના ફ્લોરલ પેટર્નના ડીસી રેફ્રીજરેટર્સ બજારમાં મુકીને અમે કલાત્મક રીતે ડિઝાઇનવાળી પ્રોડક્ટ્સની રેન્જમાં વધારો કરી રહ્યા છીએ ડે તમામ પ્રકારના એટલે કે આધુનિક, પરંપરાગત અને સમકાલીન રસોડામાં કાર્યક્ષમતા અને શૈલીમાં વધારો કરે છે. વધુ અગત્યનું એ છે કે હાયરની રેફ્રીડરેટર્સની નવી રેન્જ ખર્ચાળ વીજ દરથી પીડાતા અને તેમની વીજ વપરાશ નીચો લાવવામાં સહાય કરવા ભારતીય ઉપભોક્તાઓની જરૂરિયાતને પહોંચી વળવા તે અનુસારના બનાવવામાં આવ્યા છે. હાયર એડવાન્સ્ડ ટેકનોલોજી સાથે સંયુક્ત સંશોધનથી ઇષ્ટતમ પરફોર્મન્સ પૂરું પાડે છે.”
સ્ટીલ અને ગ્લાસ ફિનીશ વાળા ડાયરેક્ટ કૂલ રેફ્રીજરેટર્સની તેની પ્રવર્તમાન સ્ટાર રેન્જમાં વધારો કરતા હાયર આ કેટેગરીમાં અન્ય બ્રાન્ડની તુલનામા ફ્લોરલ ફિનીશ રેફ્રીજરેટર્સના નવા લાઇન-અપ રજૂ કર્યા છે જે મરીન, લાલ અને કાળા કલર્સમાં વાઇબ્રન્ટ, ગ્લૂસી અને આંખો ખેંચાઇ તેવી ફૂલ અને નિર્મળ (બ્લોસમ અને સેરેનિટી) પેટર્ન સાથેના છે. નવા વીસીએમ ફિનીશ પેટર્નને કલાત્મક રીતે તૈયાર કરવામાં આવી છે જેથી ઊંચા ચળકાટવાળા કોટીંગ સાથે આગવું ફિનીશ આપી શકાય, આ ગ્રાહકોની જરૂરિયાતોઅને માગ પર ધ્યાન આપીને ઓફર કરાઇ રહી છે જે હેયરની મુખ્ય વિચારધારા છે.
બ્લોસમ પેટર્નઃડીસી રેન્જમાં નવી બ્લોસમ પેટર્નસુંદર ડ્યૂઅલ ટોન ફિનીશ સાથે આવે છે જે સરળતાથી આ કેટેગરીમાં શ્રેષ્ઠ રેફ્રીજરેટર બનાવ છે. ફ્લાવર પેટર્નને કાળા અને લાલ કલરમાં આછા પીળા પેચ સાથે ડિઝાઇન કરવામાં આવે છે, જે ગમે તેના રસોડાને ચમકાવવાની સાથે પ્રકાશિત કરી શકે છે.
સેરેનિટી પેટર્નઃસેરેનિટી પેટર્નને ખાસ કરીને ઉનાળા દરમિયાન જરૂરી તાજગીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. નવી કેટેગરી ટોચમાં ફ્લોરલ પેટર્ન અને રેફ્રીજરેટરના તળીયે રોયલ મરિન અને પેચી રેડ જેવા વિવિધ કલર્સ છે.
શ્રેષ્ઠ વર્ગના હેયરના ડીસી રેફ્રીજરેટર્સ ફક્ત રસોડાના ઇન્ટિરટર્સની સુંદરતામાં વધારો કરે છે એટલું જ નહી પરંતુ તેને તેના ૧ કલાકની આઇસિંગ ટેકનોલોજી અનેડાયમંડ એજ ફ્રીઝીંગ ટેકનોલોજી (ડીઇએફટી) જેવી લાક્ષણિકતાઓ સાથે ઝડપી કૂલીંગ, વીજ બચત અને પ્રોડક્ટના લાંબા આયુષ્યમાં મદદ કરે છે. ડીઇએફટી ફક્ત ફ્રીઝમાં ઠંડક જાળવી રાખવામાં જ મદદ કરે છે એટલું જ નહી પરંતુ રેફ્રીજરેટરની એકંદર કામગીરીમાં પણ સુધારો કરે છે. ઉપલબ્ધ મોડેલ્સમાં વિશાળ સ્ટોરેજ ક્ષમતામાં અનુક્રમે ૧૯૦ અને ૧૯૫ લિટર મોડેલનો સમાવેશ થાય છે.
આજના જમાનામાં, હરિયાળા પર્યાવરણમાં જ્યારે ઉર્જા બચત તાતી જરૂરિયાત છે, તેમજ ભારત સરકારે ઉર્જા અને વીજ વપરાશ માટે અનેક નીતિઓ ઘડી છે. હાયર ઇન્ડિયા વધી રહેલા ઉર્જા વપરાશ પર અસર ઉપજાવવા માટે પ્રતિબદ્ધ છે અને તેથી તેણે ૩ સ્ટાર, ૪ સ્ટાર અને ૫ સ્ટારની રેન્જના નવા રેફ્રીજરેટરના મોડેલો બજારમાં મુક્યા છે.