કોઇ પણ મોટી હોનારતના સમય જે રીતે મોટા પાયે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવે છે ત્યારે કેટલીક બાબતો ઉભરીને સપાટી પર આવે છે. વિદેશી સહાયની મોટા પાયે જરૂર હોય છે. મોટી હોનારત વેળા દેશના જુદા જુદા ભાગોમાંથી રાહત અને સહાયતા મળવા લાગી જાય છે. એ વખતે વિદેશી સહાય પણ મળવાની શરૂઆત થાય છે. એવી જ રીતે આ પ્રયાસોની પ્રેરણાથી અથવા તો સ્વતંત્ર રીતે વિદેશી સરકારો પણ મદદ કરવાની શરૂઆત કરે છે. વિદેશી સરકારો પણ સહાય આપવા માટે સંપર્ક કરે છે. સહાયતા માટે પ્રસ્તાવ કરવામાં આવે છે. જે દેશોમાં ભારતીય મુળના લોકો વધારે પ્રમાણમાં રહે છે તે દેશો વધારે પ્રસ્તાવ કરે છે. કેરળમાં પુર બાદ સંયુક્ત અરબ અમિરાત દ્વારા સહાયની ઓફર કરવામાં આવ્યા બાદ દેશમાં વિવાદ થયો હતો. આને લઇને ભ્રમની સ્થિતી સર્જાઇ ગઇ હતી. સંયુક્ત અરબ અમિરાત તરફથી સહાય ન સ્વીકારવા માટેના હેવાલ પણ આવતા રહે છે.
ચારેબાજુથી ટિકા ટિપ્પણી થયા બાદ ભારત સરકાર તરફથી કેટલાક ખુલાસા કરવામાં આવ્યા હતા. ભારત સરકારે સ્પષ્ટતા કરી હતી કે ભારતમાં હોનારતના સમય પર વિદેશી સહાય ન લેવાની પરંપરા રહી છે. સરકાર આ નિતિ હેઠળ નિર્ણય લઇને આગળ વધવા માટે ઇચ્છુક છે. જા કે વર્તમાન સમયમાં સ્થિતી બદલાઇ રહી છે હવે આ નિતી પર ફરી સમીક્ષા કરવાની જરૂર દેખાઇ રહી છે. વિદેશી સહાયતાની નીતી પર સમીક્ષા કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે હવે હોનારત વધારે પ્રચંડ તરીકે બની રહી છે. ચોક્કસપણે હોનારતના સમય વિદેશી સહાય સાથે જોડાયેલા નિતીગત ફેસલા જે સમય લેવામાં આવ્યો હતો ત્યારે કેટલીક સંબંધિત સમસ્યા સપાટી પર આવી હતી. ચિંતાઓ પણ સપાટી પર આવી હતી. એક મુદ્દો એ પણ રહ્યો છે કે કેટલાક દેશોમાં જ્યા સુધી વિદેશી બચાવ ટીમ પહોંચે છે ત્યારે મોટા ભાગે સ્થાનિક સ્તર પર બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવે છે.
બીજી ચિંતા એ પણ છે કે કેટલાક મામલે એવી ચિંતા રહે છે કે આ સહાયતાની સાથે વિદેશી દેશો કેટલીક શરતો લાગુ ન કરી દે. કેરળના ફેરનિર્માણ માટે આ સમય ભારે આર્થિક મદદની જરૂર દેખાઇ રહી છે. કેરળ સરકારે વિશ્વ બેંક પાસેથી ત્રણ હજાર કરોડની લોન લેવા માટે ઇચ્છુક છે. જો યુએઇ અથવા તો અન્ય કોઇ દેશ મદદ માટે ઓફર કરે છે તો તેને સ્વીકાર કરી લેવામાં આવે તે જરૂરી છે. જો કોઇ વિદેશી દેશ સહાયની ઓફર કરે છે અને તેને સ્વીકારી લેવામાં આવે છે તો તેના કારણે સોન લેવા માટેની મજબુરી ઓચી થઇ જાય છે. જળવાયુ પરિવર્તનના દોરમાં હવે હોનારત વધારે થઇ રહી છે. આવી સ્થિતીમાં ભારતને પોતાના નિયમોમાં કેટલાક સુધારા કરવાની જરૂર દેખાઇ રહી છે. આના કારણે હોનારતની સ્થિતીમાં બહારની સહાયની જરૂર પડી શકે છે.
વિકાસશીલ દેશ પણ ખુબ સમયથી માંગ કરી રહ્યા છે કે અમીર દેશ આને લઇને કેટલાક પાસા પર વિચારણા કરીને એક ફંડની રચના કરે. આમાં કોઇ શંકા નથી કે કુદરતી હોનારતની સ્થિતીમાં પહોંચી વળવા માટે આત્મનિર્ભતા હોવી જરૂર છે પરંતુ સાથે સાથે તરત જ સહાય સામાન્ય લોકો અને મુશ્કેલીમાં રહેલા લોકો સુધી પહોંચે તે પ્રાથમકતા રહે તે જરૂરી છે. જો કે જો કોઇ દેશ કોઇ પણ શરત વગર સહાય આપે તો તેને સ્વીકાર કરવાની વ્યવસ્થા પણ હોવી જોઇએ. જળવાયુ પરિવર્તનનો દોર હાલમાં ચાલી રહ્યો છે. આના કારણે વિશ્વના દેશોમાં કુદરતી હોનારત થઇ રહી છે. વિશ્વના દેશો આના કારણે પરેશાન થયેલા છે. હાલમાં જ જાપાનમાં પણ વિનાશકારી તોફાનના કારણે ભારે નુકસાન થયુ છે. લાખો લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. વિશ્વના દેશો આમાં અભ્યાસ કરે તે પણ જરૂરી છે.