આજે જેટલા પણ પત્રકાર છે તે પત્રકારોએ યુદ્ધમાં રિપોર્ટિગ કર્યુ નથી. મિડિયાના પાઠ્યક્રમમાં જંગ અથવા તો યુદ્ધના માહોલને લઇને કોઇ પ્રકરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી આ પ્રકારના માહોલ માટે કોઇ યોગ્ય આચારસંહિતા પણ નથી. યુદ્ધની સ્થિતી અને યુદ્ધ જેવી સ્થિતીમાં અધિકારીઓની બેઠક, એ બેઠકોની જગ્યાની માહિતી આપી શકાય નહીં. સેના અને સુરક્ષા દળોની ગતિવિધી તેમજ રેલીના સંબંધમાં કોઇ માહિતી જાહેર કરવી યોગ્ય નથી. જવાનોની અવરજવર અંગે પણ કોઇ માહિતી જાહેર કરવી જોઇએ નહીં.
આ તમામ વિષયો પર રિપોર્ટિગ કરતી વેળા વધારાની સાવધાની રાખવાની જરૂર હોય છે. ચોક્કસપણે મુખ્ય ધારાના મિડિયા પણ ભારતીય રાષ્ટ્રીય ધારાનુ સમર્થન કરે છે. જો કે અતિરેકમાં રિપોર્ટિગ દુશ્મન દેશને ફાયદો પહોંચાડે છે. દુશ્મન દેશને આના કારણે ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મળી જાય છે. યુદ્ધ વખતે રિપોર્ટિગ કરી ચુકેલા વરિષ્ઠ રિપોર્ટરના સંબંધમાં કવરેજની માહિતી ચોક્કસપણે પત્રકારો મેળવે તે જરૂરી છે.
એ વખતે રિપોર્ટર દ્વારા કઇ રાતે ભારતીય પક્ષ રજૂ કરવામાં આવ્યા હતા તે અંગે માહિતી મેળવી લેવાની જરૂર છે. એમ કહેવામાં આવે છે કે કારગિલ યુદ્ધ દરમિાન પણ રિપોર્ટિગના કારણે નુકસાન થયુ હતુ. કારગિલના ગાળા દરમિયાન રિપોર્ટિગ ટીમના કેમેરાને જાઇને પાકિસ્તાની સેનાએ એ વખતે બોંબ ઝીંકયા હતા. વાસ્તવિકતા એ છે કે આ સંબંધમાં સરકારી મિડિયા વધારે જવાબદારી અદા કરે છે. આનુ કારણ એ છે કે સરકારી મિડિયા પોતાની આચારસંહિતાથી એક પગલુ પણ આગળ વધતા નથી. તેઓ શિસ્તમાં રહે છે.