નવી દિલ્હી : બંને દેશો વચ્ચે સ્થિતી વિસ્ફોટક બનેલી છે ત્યારે પાકિસ્તાની સેનાએ નાપાક હરકત હજુ પણ જારી રાખી છે. પાકિસ્તાની સેનાએ આજે સતત ચોથા દિવસે અંકુશ રેખા પર જુદા જુદા વિસ્તારોમાંમ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનના ગોળીબારમાં એક નાગરિકને ઇજા થઇ છે. ભારતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદીઓના કેમ્પને ટાર્ગેટ બનાવીને ભીષણ હવાઇ હુમલા કર્યા બાદથી પાકિસ્તાને સરહદ પર ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખ્યા છે. આજે સવારે ઉરી સેક્ટરમાં પાકિસ્તાને ભીષણ ગોળીબાર કર્યો હતો. જેનો ભારતીય જવાનોએ પૂર્ણ તાકાત સાથે જવાબ આપ્યો હતો. અધિકારીએ કહ્યુ છે કે બારામુલ્લા જિલ્લામાં ઉરીના કમલકોટ વિસ્તારમાં ગામડાઓમાં રહેતા લોકો અને ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ કહ્યુ છે કે પાકિસ્તાની સેનાએ રાત્રી ગાળા દરમિયાન ગોળીબાર જારી રાખ્યો છે
. પાકિસ્તાની સેનાએજમ્મુ કાશ્મીરમાં પૂંચ અને રાજારીમાં અંકુશરેખા ઉપર જારદાર ગોળીબાર ગઇકાલે પણ કર્યો હતો. યુદ્ધવિરામનો ભંગ કરીને નાના અને મોટા હથિયારો સાથે ગોળીબાર કરવામાં આવ્યો હતો. વારંવાર યુદ્ધવિરામના ભંગ બાદ ભારતીય સેનાએ જારદાર જવાબ આપ્યો હતો. પૂંચના સુંદરબાની, ખાડીકરમારા, દેગવાર સેક્ટરમાં ગોળીબાર કરવામાં આયો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં મોર્ટારનો મારો ચલાવવામાં આવ્યો હતો. ગોળીબારના કારણે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. આજે સવારથી જ ગોળીબાર શરૂ થયા બાદ મોડી સાંજ સુધી ગોળીબાર જારી રહ્યો હતો. નૌશેરા અને કૃષ્ણાઘાટી સેક્ટરમાં પણ ગોળીબાર કરાયો હતો. સંરક્ષણ પીઆરઓના કહેવા મુજબ પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેથી રાજારી અને પૂંચ જિલ્લામાં અંકુશરેખાથી પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી છે. ગોળીબાર દરમિયાન પોતાના ઘરમાં રહેવા ગામવાળાઓને ભારતીય સેનાએ સૂચના આપી છે.
તોપમારા વચ્ચે બહાર ન ફરવા લોકોને કહેવામાં આવ્યું છે. પાકિસ્તાને ૨૦૧૮માં ૨૯૯૬ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આ વર્ષે પણ અવિરત યુદ્ધવિરામનો ભંગ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા છેલ્લા ચાર દિવસમાં ૩૭ વખત યુદ્ધવિરામનો ભંગ કરાયો છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વિસ્ફોટક સ્તરે પહોંચી ગયા છે ત્યારે જમ્મુકાશ્મીરમાં સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા છે. સાથે સાથે સ્કુલોને પણ બંધ રાખવા માટેના આદેશ તંત્ર દ્વારા જારી કરવામાં આવ્યા છે. સરહદી વિસ્તારોમાં તમામ જગ્યાએ ભારે સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. યુદ્ધ જેવી Âસ્થતી હાલમાં પ્રવર્તી રહી છે. લોકોમાં દહેશત પણ છે. પાકિસ્તાની સૈના દ્વારા નાગરિક વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આજે સતત ચોથા દિવસે પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. જેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.ભારતીય સેનાએ સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટી કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું હતું કે, ભારતના જડબાતોડ જવાબના કારણે પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે.
પાકિસ્તાની જવાનોના મોત પણ થયા છે. માનવ શિલ્ડ તરીકે ગામવાળાઓનો ઉપયોગ કરીને નાગરિક આવાસો ઉપરથી આ ગોળીબાર કરાયો હતો. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના સૈનિકો પણ ઘાયલ થયા છે. પાકિસ્તાની સેનાએ માનવ કવચ રૂપે અંકુશ રેખા પર રહેતા લોકોના આવાસ પર મોર્ટાર અને મિસાઇલો ઝીંકી હતી. રાજારી અને પુચ ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. સરહદી વિસ્તારોમાં હાલમાં વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. તમામ ધાર્મિક સ્થળ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ ગતિવિધી પર નજર છે.નાગરિક વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવતા ભારે દહેશત પણ લોકોમાં ફેલાયેલી છે. સાથે સાથે કેટલાક લોકો તો અન્યત્ર પણ જતા રહ્યા છે. પાકિસ્તાનના અવિરત ગોળીબારના કારણે હાલમાં સામાન્ય લોકોમાં પણઁ આક્રોશ છે. જ્યારે બીજી બાજુ પાકિસ્તાનના દુસાહસને નિષ્ફળ કરવા સેના સજ્જ છે.