નવી દિલ્હી : પડોશી દેશ પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનને છોડી દેવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ ભારતની ત્રણેય સેનાઓએ આજે સાંજે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી જેમાં પાકિસ્તાનના જુઠ્ઠાણાનો દુનિયાની સામે પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે ત્રણેય સેનાઓએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, અમારી લડાઈ આતંકવાદ સામે છે અને જા પાકિસ્તાન ત્રાસવાદીઓની સામે હજુ કાર્યવાહી નહીં કરે અને સંરક્ષણ આપશે તો ભારત જવાબી કાર્યવાહી જારી રાખશે. પાકિસ્તાનની ખોટી બાબતોને સ્પષ્ટરીતે રજૂ કરવામાં આવી હતી. ભારતીય હવાઈ દળ તરફથી એરવાઈસ માર્શલ આરજીકે કપૂરે વિસ્તારપૂર્વક પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, ૨૭મી ફેબ્રુઆરીના દિવસે સવારે ૧૦ વાગે એરફોર્સના રડાર ઉપર પાકિસ્તાનના કેટલાક જેટ આવતા નજરે પડ્યા હતા. ત્યારબાદ હવાઈ દળના યુદ્ધવિમાન મિરાજ, સુખોઈ અને મિગ-૨૧એ તેમનો સામનો કર્યો હતો. એરફોર્સે તેમના હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને ફુંકી મારવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન એક મિગ-૨૧ તુટી પડ્યું હતું અને ભારતીય પાયલોટે પાકિસ્તાને કબજામાં લઇ લીધો હતો. પાકિસ્તાને પહેલા બે પાયલોટો અને બે વિમાનને તોડી પાડવાની વાત કરી હતી. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેના દ્વારા ખુલ્લામાં બોંબ ઝીંકવામાં આવ્યા હતા જ્યારે ભારતીય હવાઈ દળે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, પાકિસ્તાની જેટના ટાર્ગેટ ઉપર ભારતીય સૈન્ય સ્થળો હતો. એરવાઈસ માર્શલે કહ્યું હતું કે, પાકિસ્તાનના જેટ વિમાનો લશ્કરી સ્થલોને ટાર્ગેટ બનાવ્યા હતા.
આર્મી સંકુલમાં પાકિસ્તાને બોંબ ઝીંક્યા હતા જા કે, આમા કોઇ નુકસાન થયું ન હતું. પાકિસ%E