નવી દિલ્હી : પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને ભારતીય હવાઇ દળે ત્રાસવાદીઓના કેમ્પોનો સફાયો કરવામાં આવ્યા બાદ આજે બીજા દિવસે પણ તંગ સ્થિતી રહી હતી. એક દિવસ બાદ આજે સવારે પાકિસ્તાની યુદ્ધ વિમાનોએ ભારતના નૌશેરા સેક્ટરમાં ઘુસવાના પ્રયાસ કર્યા હતા. પાકિસ્તાની વિમાનોને ટ્રેસ કરવામાં આવ્યા બાદ વિમાનો પાછા જતા રહ્યા હતા. જા કે જતી વેળા બોંબ ઝીંકવામાં આવ્યા હતા. આમાં ભારતને કોઇ નુકસાન થયુ નથી. બીજી બાજુ ત્રણ વિમાનો પૈકી એકને ભારતીય સેનાએ ફુંકી માર્યુ હતુ. જા કે સાવધાર રહેલા ભારતીય હવાઇ દળે પાકિસ્તાની વિમાનોને પાછળ ધકેલી દીધા હતા. દરમિયાન કાશ્મીર, લેહ, શ્રીનગર, પઠાણકોટ સહિત દેશના તમામ વિમાની મથકો પર એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
તમામ કોમર્શિય ફ્લાઇટોને રદ કરવામાં આવી છે. ભારતીય સેનાએ આક્રમક વલણ દર્શાવતા પાકિસ્તાની વિમાનો પોકમાં પાછા ઘુસી ગયા હતા. રાજારી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં પાકિસ્તાની એરફોર્સના વિમાનો ઘુસ્યા હતા. દરમિયાન આજે દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન, સેનાના વડા બિપિન રાવત, હવાઇ દળના વડા બીએસ ધનોઓ તેમજ નૌકા સેનાના વડા સુનિલ લાંબાએ બેઠક શરૂ કરી છે. આ બેઠકમાં હાલમાં ઉભી થયેલી સ્થિતી પર ચર્ચા કરવામાં આવી રહી છે.
પોકમાં હુમલો કરવામાં આવ્યા બાદથી જ ભારતીય સેના દ્વારા સર્વોચ્ચ સ્તર પર સાવધાની રાખવામાં આવી રહી છે.દેશના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા મજબુત કરી દેવામાં આવી છે. તમામ જગ્યાએ સુરક્ષા મજબુત કરી દેવામાં આવી છે. ઉરી બાદ ભૂમિ સેનાએ પોકમાં કાર્યવાહી કરી હતી. જ્યારે આ વખતે પુલવામા બાદ હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. બેઠકોનો દોર શરૂ થયો હતો. હવાઇ હુમલા બાદ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તમામ ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જુદા જુદા વિષય ઉપર ચર્ચા થઇ હતી.બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, આઈબી પ્રમુખ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ભાવિ યોજનાની રુપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી. દેશભરમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી.