લોકસભાની ચૂંટણીને લઇને તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. આગામી દિવસોમાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવનાર છે. આવી સ્થિતીમાં વિરોધ પક્ષો હજુ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઇ લોકપ્રિય નેતાની પસંદગી કરવાની સ્થિતીમાં નથી. બીજી બાજુ મોદી તેમની સાહસી છાપ અને ઝડપી નિર્ણય લેવાની શક્તિના કારણે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. વિરોધ પક્ષો મોદીને દુર કરવા માટે એકમત થઇ રહ્યા છે પરંતુ તમામ પક્ષો તેમના વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને કોઇ નિર્ણય પર પહોંચી શકવાની સ્થિતીમાં નથી. લોકસભા ચૂંટણી પહેલા એક થવાના પ્રયાસ કરી રહેલા વિરોધ પક્ષો સામે સૌથી મોટો પડકાર નરેન્દ્ર મોદી જેવા લોકપ્રિય ચહેરાની સામે યોગ્ય ઉમેદવારને લઇને રહેલી છે. આના માટે તેમની મથામણ જારી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને સત્તાથી દુર કરવા માટે હાલમાં વિરોધ પક્ષો સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છે. તમામ વિરોધ પક્ષો હાલમાં પ્રાથમિકતા તમામ વિરોધ પક્ષોને સાથે લાવવા માટેની છે. આમા સફળતા પણ મળી રહી છે. તેમની વચ્ચે હાલમાં આ બાબત પર સહમતી છે કે વડાપ્રધાનપદના ઉમેદવારને લઇને હાલમાં કોઇ નિર્ણય કરવામાં આવનાર નથી. તમામ લોકો જાણે છે કે આ અંગે વિપક્ષની સમસ્યા ખુબ ગંભીર છે. તેમની પાસે મોદી સામે મુકી શકાય તે પ્રકારનો કોઇ લોકપ્રિય ચહેરો નથી. ભાજપ વિરોધી મતને વિભાજિત થતા રોકવા માટે શુ કરવામાં આવે તે વિપક્ષની સામે સૌથી મોટો પડકાર છે. વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને નામની જાહેરાત સમસ્યા સર્જી શકે છે. જુદા જુદા વિરોધ પક્ષોના નેતાઓ આ બાબતને સમજી રહ્યા છે કે હાલમાં પીએમ પદના ઉમેદવારને લઇને ચર્ચા ટાળવાથી જ તેમને ફાયદો થશે.બીજી બાજુ ભાજપ આ સ્થિતીનો લાભ લેવા માટે તૈયાર છે. તેમના માટે આ વાત કરવી સરળ રહેશે કે મોદીનો કોઇ વિકલ્પ વિરોધ પક્ષો પાસે નથી. ભાજપ વિરોધી પાર્ટી એવા કોઇ નેતાને શોધી શકી નથી જે મોદીની સામે ટક્કર લઇ શકે. જા કે વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોઇની જાહેરાત કરવામાં આવી રહી નથી તે પહેલી પ્રથમ બની રહ્યુ નથી.
ઇમરજન્સીના ગાળામા વર્ષ ૧૯૭૭માં દેશના સૌથી ઐતિહાસિક ચૂંટણીમાં પણ વિપક્ષે કોઇ ઉમેદવારને પીએમ તરીકે ઉતાર્યા ન હતા. ૯૦ના દશકમાં તો આવુ વારંવાર બન્યુ હતુ. વર્ષ ૨૦૦૪ની ચૂંટણી આ મામલે ઐતિહાસિક છે. ચૂંટણી પહેલા જે પાર્ટી વિદેશી મુળના મુદ્દાને લઇને સોનિયા ગાંધીનો વિરોધ કરી રહ્યા હતા તે પણ ચૂંટણી બાદ સોનિયા ગાંધીનો પીએમ માટે સમર્થન કરતા નજરે પડ્યા હતા. આ અલગ બાબત છે કે તમામનુ સમર્થન કરીને સોનિયા ગાંધએ એકાએક પીએમના હોદ્દા પરથી પીછેહટ કરીને મનમોહનસિંહને દેશના વડાપ્રધાન તરીકે બેસાડવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ તમામ સાથી પક્ષોએ સમર્થન કરીને તૈયારી દર્શાવી હતી. સ્પષ્ટ છે કે તમામ લોકો આ બાબતને સારી રીતે સમજે છે. આજના દાવાનો કોઇ અર્થ નથી. કોને કેટલી સીટો મળે છે તે બાબત મોદીની… પર તમામ ચીજા આધારિત રહેશે. પીએમ પદના ઉમેદવાર જાર ન કરવાનો લાભ વિપક્ષી દળોને એ મળ શકે કે છે કે જુદા જુદા રાજ્યોના નેતા પોતાના સમર્થકોને વધારે સીટો આપીને પોતાને પીએમ પદ માટે રજૂ કરવા માટે દાવા કરી શકે છે. આ અપીલ વિપક્ષની સીટો વધારી દેવામાં કામ કરી શકે છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી નક્કર પણે માને છે કે ભાજપ ઉત્તરપ્રદેશમાં જેમ રીતે તેની સ્થિતી મજબુત ધરાવે છે તેના કારણે કોંગ્રેસની હાલત તો ખુબ ખરાબ છે.
કોંગ્રેસની સીટોની સંખ્યા દેશભરમાં હવે કેટલી રહે છે તે બાબત પર તમામ વાતો આધારિત રહેશે. મોદીની લોકપ્રિયતા આજે પણ અકબંધ રહી છે. મોટા ભાગના રાજ્યોમાં રહેતા લોકો મોદીની કામગીરીથ સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. તમામ લોકો નક્કરપણે માને છે કે છેલ્લા ચાર વર્ષના ગાળામાં પહેલાની તુલનામાં ખુબ વધારે કામ થઇ રહ્યુ છે. તેની અસર પણ દેખાવવા લાગી ગઇ છે. વિદેશમાં ભારતની ધાક વધી રહી છે. અવાજ બુલંદ થયો છે. મોદીની લોકપ્રિયતા વચ્ચે ભાજપ સ્થાનિક મોરચે જુદા જુદા રાજ્યોમાં સંગઠન મજબુત કરવા પર ધ્યાન આપી રહ્યુ છે. પશ્ચિમ બંગાળમાં પણ તેની સ્થિતી મજબુત થઇ છે.
દેશભરમાં આજે તમામ વિરોધ પક્ષોમાં મહત્વકાંક્ષી નેતાઓ રહેલા છે. જેમાં સમાજવાદી પાર્ટીમાં અખિલેશ યાદવ, બહુજન સમાજવાદી પાર્ટીમાં માયાવતી અને તૃણમુળ કોંગ્રેસમાં મમતા બેનર્જીનો સમાવેશ થાય છે. તેમની મહત્વકાંક્ષાના કારણે પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં તકલીફ પડી રહી છે.